કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે
અંબા આવો તમે મારે આંગણે
કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે
અંબા આવો તમે મારે આંગણે
દિન દયાળી માં મમતાળી
સિંહ સવારી શોભે અસવારી
કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે
અંબા આવો તમે મારે આંગણે…
લાલ ચટક ચૂંદડી અંબેમાં ને ઓપતી
કાને કુંડળ નાકે નથડી માંને શોભતી
ઓ માડી તારા દર્શનની લાગી મને લગણી
તારા પગલાંથી માડી પાવન છે ધરણી
ઝૂલે ઝુલાવું ફૂલડે વધાવું
માડી તારા ગુણલા રે ગાવું
કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે
અંબા આવો તમે મારે આંગણે…
નવલી નવરાતમાં ત્રિશૂળ લઇ હાથમાં
ગરબે રમો માડી જોગણીયુ સાથમાં
હો સાતે બેનડીયું સાથ ગરબામાં આવજો
રંગ જમાવો માડી રઢિયાળી રાતમાં
અંબા ભવાની તું રખવાળી
ભક્તોની તું રક્ષા કરનારી
કુમ કુમ પગલે, રુમ ઝૂમ રથડે
અંબા આવો તમે મારે આંગણે.