X

જમો થાળ જીવન જાઉં વારી| Jamo thaal jivan jaau vaari Lyrics

જમો થાળ જીવન જાઉં વારી
ધોવું કર ચરણ કરો ત્યારી
જમો થાળ જીવન જાઉં વારી

બેસો મેલીયા બાજોઠિયા ઢાળી
કટોરા કંચન ની થાળી
જળે ભરીયા ચંબુ ચોખાળી, જમો થાળ…

કરી કાઠા ઘઉંની પોળી,
મેલી રત સાકર માં બોળી
કાઢ્યો રસ કેરીનો ઘોળી, જમો થાળ…

ગળીયા સાટા ઢેબર ફૂલવડી,
દૂધ પાક માલ પૂવા કઢી
પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી, જમો થાળ…

અથાણાં શાક સુંદર ભાજી,
લાવીછું હું તરત કરી તાજી
દહીં ભાત સાકર છે જાજી, જમો થાળ…

ચળું કરો લાવું હુ જળઝારી,
એલચી લવિંગ સોપારી
પાન બીડી બનાવી સારી, જમો થાળ…

મુખવાસ મનગમતાં લઈ ને,
પ્રસાદી થાળ તણી દઈને
ભૂમાનંદ કહે રાજી થઈને, જમો થાળ…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.