X

તવ દર્શન મનહારી શ્રીનાથજી|Tav darshan manhaari shrinathji Lyrics

તવ દર્શન મનહારી શ્રીનાથજી
તવ દર્શન મનહારી
મંગલ પાવનકારી શ્રીનાથજી
તવ દર્શન મનહારી

(નાથ ભરોસો એક તમારો,
અવર ભરોસો કાચો)…૨
સ્વાસ તુટે, ના શ્રધ્ધા ખુટે….૨
સાથ તમારો સાચો શ્રીનાથજી
તવ દર્શન મનહારી

(પરોઢ થાતા સઘળુ ભુલી,
દોડવુ સ્વારથ કાજે)…૨
સાચુ શુ ને ખોટુ શુ એ…૨
સમજા ઢળતી સાંજે શ્રીનાથજી
તવ દર્શન મનહારી

(પ્યારુ છે તે ખારુ છે,
જો આગે લાગે સારુ)…૨
ધાર્યુ થાતુ ધરણી ધરનુ..૨
ના કઈ તારુ મારુ શ્રીનાથજી
તવ દર્શન મનહારી

(અમથુ અમથુ મથવુ શાનુ,
અમથુ અમથુ ભમવુ)…૨
તવ ચરણે તવ શરણે શ્રીનાથીજી…૨
શાંત થઈને શમવુ શ્રીનાથજી
તવ દર્શન મનહારી

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.