X

શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે| Shreenathji shree yamunaji ni Jodi Lyrics

શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ સ્વરૂમાં દર્શન કરતા વૈષ્ણવના મન મોહે રે
ભાઈ બીજ કેરા દિન વૈષ્ણવ યમુના પાન કરજો રે
યમુના પાન કરજો વૈષ્ણવ ચરણ કમળમાં રેજો રે
શ્રીનાથજી શ્રીયામુનાજીની….

માથે મુગટ કાને કુંડળ ભાલે ટીલડી સોહે રે
કરમાં કંકણ ધર્યા માયે વૈષ્ણવના મન મોહે રે
સુથન કરી કામનીને પીળા પટકા પહેર્યા રે
આસમાની ચુંદડી ઓઢી માંડી દર્શન દેજો રે
શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહ રે
યુગલ સ્વરૂમાં દર્શન….

કેડે કટી મેખલાને બાયે બાજુ બંધ રે
અણવટ વિછીયા ધરિયા માને પાયે ઝાંઝર જમકે રે
શોળે શણગાર માને નાકે નિર્મળ મોતી રે
દર્પણ લીધા હાથ માયે સુંદર મુખડા જોતા રે
શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ સ્વરૂમાં દર્શન….

વૃંદાવનને ગોખ માનો બંસી બટનાનો ચોક રે
ચંદ્ર સરોવર ચોકે મા તમે રાસે રમવા પધારો રે
કુંજે ને કુંજે માના ફુલડાં વેરાણા રે
શ્રીનાથજીની સંગે મા તમે વેગે વેલા આવો રે
શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ સ્વરૂમાં દર્શન….

શ્રી ગોકુલનાથના સેવક સાચા શાહ્ગીર છે એના નામ રે
શાહ્ગીરજીયે ગોકુલનાથને માળા ભેટમાં આપી રે
પ્રભુજીએ મનમાં વિચાર કીધો મહારાણીજીને આપું રે
ગોકુલનાથે માળા લયને જળમાં ફેકી દીધી રે
શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ સ્વરૂમાં દર્શન….

શાહના મનમાં શંકા થઇ કે પ્રભુયે આમ શું કીધું રે
અમુલ્ય માળા લયને પ્રભુએ જળમાં ફેકી દીધી રે
શાહને લઇ પ્રભુ નાવ બિરાજયા રૂપ યમુનાયે ધર્યા રે
માળા તક્ષ્ણ હાથ લઈને શાહના મનડા હરિયા રે
શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહેં રે
યુગલ સ્વરૂમાં દર્શન….

આઠ સમાના દર્શન કાજે ભાવે ભક્તો આવે રે
રંક ઉપર દયા કરીને માંડી દર્શન દેજો રે
દિન દયાના સેવક સાચા અંતરના ઉંમંગી રે
ભવના બંધન કાપો મારા જન્મ જન્મ ના સંગી રે
શ્રીનાથજી શ્રીયામુનાજી ની જોડી સુંદર શોહે રે
યુગલ સ્વરૂમાં દર્શન….

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.