X

સજની ટાણુ આવ્યુંરે ભવ જળ તરવાનુ| Sajani taanu aavyu re Lyrics

સજની ટાણુ આવ્યુંરે ભવ જળ તરવાનુ
મોંઘો મનુષ્ય નો વારો, ભવસાગર નો આરો
ડાયા દિલ માં વિચારો, સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ….

સજની આરે ચોઘડીયુ અમરુત લાભનુ
ફરી નહી આવે એવું વિજના જબકારા જેવુ
મોતી પ્રોઈને લેવુ સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ….

સજની દાન દયાની ઘડી છેલ્લી રે
દાન સુપાત્રે કરવું, ધ્યાન પ્રભુનુ ધરવુ
ભક્તિ થી ભવ તરવું, સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ….

સજની સંત કહે તે સાચું માનીએ
ગાંઠ વાળી ના છુટે, નિયમ નિશ્ચય ના તુટે,
સંસાર છોને રે કૂટે સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ….

સજની ભક્તિ કરીએરે સાચા ભાવથી
પાછા પગલાના ભરીએ, સંસાર પાર ઉતરીયે
નારાયણદાસ કે ઠરીએ સતસંગ કિજીયે
સજની ટાણું આવ્યુ….

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.