X

હો દુંદાળા દુઃખ ભંજના ગણપતિ | Ho dudada dukh bhanjna Lyrics

હો દુંદાળા દુઃખ ભંજના ગણપતિ દેવા
બાપા ગણપતિ દેવા સદા રેતા બાળા વેશ
મુને રંગ લાગ્યો રે…હે
સાચો સાથ માગું
એ દેવ મારી ભેળા રેજયો રે
એ હે હે દેવ મારી ભેળા રેજયો રે

હા ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રે
દેવ દુંદાળા રે, દેવ દુંદાળા રે
એ ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રે
શિવ શક્તિના લાડકવાયા લાંબી સુંઢ વાળા રે
હો ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રે
શિવ શક્તિના લાડકવાયા લાંબી સુંઢ વાળા રે…

એ હે ચતુર્ભુજાળા દેવા, પ્રથમ ગદાદા દેવા
હે ચતુર્ભુગાળા દેવા, પ્રથમ ગદાદા દેવા
લાગો રૂપાળા એવા રે
શિવ શક્તિના લાડકવાયા લાંબી સુંઢ વાળા રે
એ ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રે
શિવ શક્તિના લાડકવાયા લાંબી સુંઢ વાળા રે…

હો મોતી મુગટ માથે મુસક અસવારા
ગળે શોભે રે દેવા ફૂલડાંની માળા
હો મોતી મુગટ માથે મુસક અસવારા
ગળે શોભે રે દેવા ફૂલડાંની માળા
ફૂલડાંની માળા

એ હે અધમ ઉધારણ દેવા, વિપત વિદારણ દેવા
અધર્મ ઉધારત દેવા, વિપત વિદારણ દેવા
લાગો રૂપાળા એવા રે
શિવ શક્તિના લાડકવાયા લાંબી સુંઢ વાળા રે
હા ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રે
શિવ શક્તિના લાડકવાયા લાંબી સુંઢ વાળા રે
બાપા શિવ શક્તિના…

હો ભાવે બાપા તારા ગુણલા હું ગાવું
સત સત દેવા તને શીશ રે નમાવું
હો ભાવે બાપા તારા ગુણલા હું ગાવું
સત સત દેવા તને શીશ રે નમાવું

એ હે બાલ ગણેશા દેવા, ચઢે તને મોદક મેવા
બાલ ગણેશા દેવા, ચઢે તને મોદક મેવા
લાગો રૂપાળા એવા રે
શિવ શક્તિના લાડકવાયા લાંબી સુંઢ વાળા રે
એ ગણપતિ મારા દેવા રે દેવ દુંદાળા રે
શિવ શક્તિના…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.