X

Aasha bharya tea ne aaviya Lyrics in Gujarati by Narsinh Mehta

(આશા ભર્યા તે અમે આવીયા,
ને મારે વાલે રમાડ્યા રાસ જો)..૨

શરદ પૂનમની રાતડીને
ઓલો ચાંદો ચડ્યો આકાશ રે,
આવેલ આશા ભર્યા….. આશા ભર્યા….

ઉતારા દેશુ ઓરડાને
કઈ દેશુ મેડી કેરા મોલ રે
આવેલ આશા ભર્યા….. આશા ભર્યા….

દાતણ દેશુ દાડમીને
કઈ કણેરી કામ રે
આવેલ આશા ભર્યા….. આશા ભર્યા….

નાવણ દેશુ કુંડીયુને
કઈ દેશુ નદી કેરા નીર રે
આવેલ આશા ભર્યા….. આશા ભર્યા….

ભોજન દેશુ લાપસીને
કઈ દેશુ કઢિયેલા દૂધ
આવેલ આશા ભર્યા….. આશા ભર્યા….

મુખવાસ દેશુ એલચીને
કઈ દેશુ નાગરવેલ પાન રે
આવેલ આશા ભર્યા….. આશા ભર્યા….

પોઢણ દેશુ ઢોલીયાને
કઈ દેશુ હિંડોળા ખાટ રે
આવેલ આશા ભર્યા….. આશા ભર્યા….

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.