આજ આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન Lyrics in Gujarati
આજ આવ્યા રે આવ્યા રે ભલે મોંઘેરા મહેમાન,
મોંઘા મહેમાન રૂડા કરીએ સન્માન, (૨)
આજ આવ્યા રે……
આજ અવસર અનેરો, અમ આંગણે રે લોલ,
લીલા તોરણ બંધાવ્યા અમે બારણે રે લોલ,
પડીયા પગલા તમારાને વઘી ગઇ શાન, (૨)
આજ આવ્યા રે……
ભલે સાજન માજન સૌ આવ્યા રે લોલ,
કંકુ ચોખલીયે આપને વધાવીયા રે લોલ,
આજ માંડવડે દિપી ઉઠી લાખેણી જાન, (૨)
આજ આવ્યા રે……
ઉચ આસનીયે દેશુ અમે બેસણા રે લોલ,
દેશુ સુગંધી ફુલ વાયુ વિંઝણા રે લોલ,
આજ રૂકમણીને લેવા આવ્યો કોડીલો કાન, (૨)
આજ આવ્યા રે……