X

Akha Hind Ma Hetali Lyrics | Geeta Rabari

આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
હે નથી રે દગાડી એ શુરવીરતા વાળી
હે એ વચનની આપે તાળી ને કરે રખવાડી
વચનની આપે તાળી ને કરે રખવાડી
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
નથી એ દગાડી શુરવીરતા વાળી

હો વીર રામવાળોને કાદુ મકરાણી
વીર હમીરજીની અમર કહાની
હો વીર રામવાળોને કાદુ મકરાણી
વીર હમીરજીની અમર કહાની

હે એ સોમનાથની સખાતે તલવાર તાણી હાથે
સોમનાથની સખાતે તલવાર તાણી હાથે
સોરઠ ની એ રસધારા, સુરવીર આ અમારા
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
નથી એ દગાડી શુરવીરતા વાળી

હો ઓઢા રે જામ ને હોથલ પદમણી
ધન્ય ધરા છે આ કચ્છની રે ધરણી
હો દેવાયત બોદર ને બોદો મકવાણો
આહીરનો આશરો જગમાં ગવાણો

એ હે જુગ જુગમાં ગવાણી બલિદાનની કહાની
જુગ જુગમાં ગવાણી બલિદાનની કહાની
અમર આ કહાની જગતે આખી જાણી
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
નથી એ દગાડી શુરવીરતા વાળી

હો દાનવીર દાતાને સૂરો નરબંકો
નાથા ગોધાનો વાગે છે ડંકો
હો બનાહની તેળમાં ગરાબડી ગામે
દાનવીર દાતાર થયા નાથા ગોધા નામે

હે એ પરમારથમાં પેલી ગુજરાત મારી ઘેલી
પરમારથમાં પેલી ગુજરાત મારી ઘેલી
ગુજરાતની આ ગાથા મનુ રબારી રે ગાતા
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
નથી એ દગાડી શુરવીરતા વાળી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.