X

BHAGWAN KE MANAS NI JAT EVA PREM NI SHU KARVI VAT LYRICS | VINAY NAYAK, DIVYA CHAUDHARY

હોય ભગવાન કે માણસની જાત
હો… હોય ભગવાન કે માણસની જાત
એવા પ્રેમની તે કરવી શું વાત

હવે ઝૂરી ઝૂરી જીવીયે તો કેટલું
જાય દિવસો પણ જાતી નથી રાત
કરી પ્રેમ હવે કોઈને શું ભુલીયે
કરી પ્રેમ હવે કોઈને શું ભુલીયે

એક રાધા રુવે ગોકુળમાં એકલી
કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે
કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે

હો કાના કાના રટતા રટતા
રાધાજીના હોઠ રે સુકાણાં
હો કાનાની પ્રીતને રાધા શું જાણે
હૈયામાં રાધાના ધબકારા વાગે

હો વાંસળીના સુરે રાધા ભાન ભુલી ગઈ
ઘેલી બની કાનાની પ્રીતે બંધાઈ
ગૌરી રાધાનું ગૌરી રાધાનું
પ્યારી રાધાનું નામ કેમ ભુલીયે

એક રાધા રુવે ગોકુળમાં એકલી
કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે
હે કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે

હો રાધા મારી દિલની રાણી
શ્યામની જોડે રાધા છબીમાં સમાણી
હો શ્યામ વિના ગોકુળમાં એકલડું લાગે
કાનોમા મોરલીના ભણકારા વાગે

હો દુનિયા માટે ભલે રહ્યો ભગવાન
રાધા માટે તો રહેવાનો હું પ્યાર
હે ભરી આંખોને હે ભરી આંખોને
હે ભરી આંખોને કેમ કરી રોકીયે

એક રાધા રુવે ગોકુળમાં એકલી
કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે
હે કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે
હારે કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે
હે કાન દ્વારિકામાં સોનાનાં ઢોલિયે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.