X

Chamunda Chalisa Gujarati Lyrics Online

ચામુંડા ચાલીસા

દોહા : ચામુંડા જયકાર હો જઃ જય આદ માત
પ્રસન્ન થાઓ પ્રેમથી, ભવતિ ભુવન સાત.

જય ચામુંડા જય હો માત,
દુખ હરી આપો સુખ શાતા.
ત્રણે લોકનાં વાસ . તમારો
તુંહી એક હે સાથ અમારો

ચંડ મુંડના મર્દના કીધા,
અસુર ગણોનાં રકત જ પીધાં

હાથે ખડ્ગ ને ત્રિશૂળ બિરાજે,
સિંહ ઉપર તું જનની રાજે

હાહાકાર અસુર ગણ કરતા,
જયાં માં તમારા ચરણ પડતા.

હું હું નાદે યુધ્ધ તું કરતી,
શત્રુ હણી અટ્ટહાસ્ય તું કરતી.

યુગે યુગે અવતાર તું ધરતી,
ભાર ભૂમીનો સધળો હરતી.

સંતજનો ને ઋષિઓ પુકારે,
દેવગણો પણ શરણે તારે.

જય ચામુંડા જય કંકાલી,
તું હી અંબિકા તું હી કાલી.

મંગલમયી તું મંગલ કરજે,
ભવ ભવ કેરા દુઃખડા હરજે.

અસુર ગણોને તે જ વિદાર્યા,
દેવગણો ભયહીન બનાવ્યા.

ભકતજનોને નિર્ભય કરતી,
સઘળા એના સંકટ હરતી.

હ્રીં ચામુંડા શ્રી કલ્યાણી,
દેવ અને ઋષીગણથી અજાણી.

કોઇ ના તારો મહિમા જાણે,
બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે.

દે બુધ્ધિ , હરી લે સૌ સંકટ,
ભક્તો સમરે થાય તું પરગટ.

જય ૐ કારા જય હુંકારા,
મહાશકિત જય અ પરંપરા.

જગદંબા નવ વાર લગાવો,
પુકાર સુણી દોડી આવો.

દુઃખ દરિદ્રતા મૈયા કાપો,
સંકટ હરિને આનંદ સ્થાપો.

જય શંકરી સુરેશ સનાતન,
કોટી સિધ્ધિ કવિ માન પુરાતન.

કલિકાળ માં તું હી કૃપાળી,
તુ વરદાતા તુ હી દયાળી.

તું આનંદી આનંદ નિધાન,
તું જશ આપે અર્પે તું મન.

વિદ્યાદેવી વિદ્યા દોને,
જડતા અજ્ઞાન સૌ હરી લોને.

પળ પળ દુઃખના વિષ જ ડંખે,
બાળક તારું અમૃત ઝંખે.

પ્રલય કાળ તું નર્તન કરતી,
સહુ ભજવો નું પાલન કરતી.

મેઘ થઇ મા તું ગર્જતી,
અનપૂર્ણા તું અને અર્પતી.

સહસ્ત્ર ભુજા સરોરુહ માલિની,
જય ચામુંડા મરઘટ વાસિની.

કરુણામૃત સાગર તું હી દેવી,
જયોતિ તમારી સોહે કેવી.

જય અંબિકા ચંડી ચામુંડા,
પાપ બધા વિરાદે તું ભૂંડા.

એક શકિત તું બધું સ્વરૂપા,
અતઃક ચરિત્રા શક્તિ અનુપા.

જાય વિદ્યા જાય લક્ષ્મી તું છે,
જાય ભક્તિ અમ જ્ઞાન જ તું છે.

અખિલ નિખિલમાં તું ધૂમધારી,
સકલ ભુવનમાં તું રમનારી

હું હું હું હુંકાર કરતી,
સર્જન કરતી વિસર્જન કરતી.

હાથે ચક્ર ને ત્રિશુળ શોભે,
નિરખી અસુર દૂર દૂર ભાગે,

ૐઐ હ્રિ ક્લીં ચામુંડાયે વિચ્ચે,
ત્રણે લોક તું જ કરૂણા યાચે.

કૃપા કરી માં દર્શન દેજો,
પાપ અમારા સર્વ બાળી દેજો.

તું સ્વાહા તું સ્વધા સ્વરૂપા,
યજ્ઞ તું યજ્ઞની તુજ છે ભોકતા.

તું માતા તું હરિ ભવાની,
તારી ગતિ તો કોઇએ ન જાણી..

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પૂજે,
તુજ વિણ કોઇને કાંઇ ન સુજે.

સ્તુતિ કરે સૌ ભકત અખંડે,
તું બ્રહ્માંડે ધુમતી ચંડી.

ક્ષમાં કરો મા ભૂલ અમારી,
યાચી રહ્યા મા દયા તમારી.
વિવાદ

(દોહો) સચરાચરમાં વ્યાપિની ચામુંડા તું માતા
કૃપા કરી જગદંબે દેજો અમને સાથ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.