X

CHAND KYA THI NIKALYO LYRICS | DHAVAL BAROT

એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો
એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો
એ નોખી પડે છે એ લાખો રે હજારમો

એ મુખ જોઈને લાગે માયા કંચન જેવી એની કાયા
મુખ જોઈને લાગે માયા કંચન જેવી એની કાયા
વસી ગયો જોતા ચાંદ મારી રે નજરમાં
અરે પરીયો વાળો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો

એ ગોરા ગોરા ગાલ હોઠ ગુલાબની પાંખડી
નમણી નમણી લાગે એની કાજળ વાળી ઓખડી
એ ગોરા ગોરા ગાલ હોઠ ગુલાબની પાંખડી
નમણી નમણી લાગે એની કાજળ વાળી ઓખડી

એ બોલે તો એ ફૂલડાં જરે ઘાયલ હઉના દલડાં કરે
બોલે તો એ ફૂલડાં જરે ઘાયલ હઉના દલડાં કરે
આખો દાડો આયા કરે મારા રે વિચારમો
એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો

એ મીઠી મીઠી બોલી જાણે ટહુકે કોયલડી
લાગે લજામણીનો છોડ રે પાતલડી
એ મીઠી મીઠી બોલી જાણે ટહુકે કોયલડી
લાગે લજામણીનો છોડ રે પાતલડી

એ ગાલે ખાડો જબરો લાગે હસી એની દિલમાં વાગે
ગાલે ખાડો જબરો લાગે હસી એની દિલમાં વાગે
જોઈ એને પીગળી ગયો હું તો રે પલવારમો
એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો

એ લચક મચક ચાલ એની કેડે કંદોરો
ઉથલ પાથલ કરી ગઈ જીવડો અમારો
અરે રે લચક મચક ચાલ એની કેડે કંદોરો
ઉથલ પાથલ કરી ગઈ જીવડો અમારો

વાળ લોબા કાળા કાળા
ચિત્તડે ચોંટ્યા ચેન ચાળા
વાળ લોબા કાળા કાળા
ચિત્તડે ચોંટ્યા ચેન ચાળા

જોઈ એને જોતા હું પડી ગયો પ્યારમો
એ પરીયો વાળો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો
એ બપોરનો ચાંદ ચ્યોંથી નેકળ્યો બજારમો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.