X

Dahko Dukh Dahko Sukh Lyrics | Rakesh Barot, Riddhi Vyas | Soorpancham Beats

હો દહકો દુઃખને દહકો સુખ છે
હો તોયે મને માતાની ભક્તિની ભૂખ છે

હો સમય સમયનું કોમ કરે
માતા જો ભેળી મળે
ખમ્મામાં પછી ખોમીનો આવે
સમય સમયનું કોમ કરે
માતા જો ભેળી મળે
ખમ્મામાં પછી ખોમીનો આવે

હો દહકો દુઃખને દહકો સુખ છે
હો તોયે મને માતાની ભક્તિની ભૂખ છે

હો નશીબમાં લખ્યું હશે થઇ ને રેવાનું
ચોઘડિયું કોઈ ના બદલવાનું
હો ભક્તિમાં ભગવતીના ભરોસે રેવાનું
વિશ્વાસે વહાણ ભઈ તરી રે જવાનું

હો કાલની કોને છે ખબર
માતા રાખે નજર
ખમ્મામાં પછી ખોમીનો આવે
કાલની કોને છે ખબર
માતા રાખે નજર
ખમ્મામાં પછી ખોમીનો આવે

દહકો દુઃખને દહકો સુખ છે
હો તોયે મને માતાની ભક્તિની ભૂખ છે

હો સુખ છાયબીમાં માતા ભાગ નહિ માગે
એને હાચવવા દેવી રાત દાડો જાગે
હો દોરંગી દુનિયાને હારું નહિ લાગે
માતા વિના તો કોઈ ભીડ નહિ ભાગે

હો દુઃખ જયારે ડેલી ખખડાવે
માતા વેલી આવે
ખમ્મામાં પછી ખોમીનો આવે
દુઃખ જયારે ડેલી ખખડાવે
માતા વેલી આવે
ખમ્મામાં પછી ખોમીનો આવે

હો દહકો દુઃખને દહકો સુખ છે
હો તોયે મને માતાની ભક્તિની ભૂખ છે

હો તડકો છોયો આવતો જાતો રે રેવાનો
આજે દુઃખ કાલે સુખનો સુરજ ઉગવાનો
હો નોધારાને આધાર માનો રેવાનો
તારા પરનો વિશ્વાસ કદીના તૂટવાનો

હો વહમી હોય ભલે વેળાં
માતાજી રહે ભેળાં
ખમ્મામાં પછી ખોમીનો આવે
વહમી હોય ભલે વેળાં
માતાજી કાયમ ભેળાં
ખમ્મામાં પછી ખોમીનો આવે

હો દહકો દુઃખને દહકો સુખ છે
હો તોયે મને માતાની ભક્તિની ભૂખ છે
હો દહકો દુઃખને દહકો સુખ છે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.