X

Dhol Vage Champaner Lyrics | Gaman Santhal, Nitin Barot | Soorpancham Beats

અન આવો કે આવો મારી
એ પાવાગઢની દેવી દેવી આવો
અન આવો મારા પાવાગઢના
એ ડુંગરે રાજમાં રહેનારી દેવી દેવી આવો
અન આવો એ માં
મારી પાવાગઢની મહાકાળી દેવી દેવી આવો
કે તારી દીકરી બોલાવે
આજ હંદેહો એ હોંભરી ને
પાવાગઢની એ દેવી દેવી આવો

હે હે પાવો તારો વાગ્યો પાવાની મોય
પાવો તારો વાગ્યો પાવાની મોય
મછરાડો ઢોલ ચ્યો વાગ્યો
ચ્યો વાગ્યો

હે હે પાવો રૂડો વાગ્યો ચોંપાનેર મોય
પાવો રૂડો વાગ્યો ચોંપાનેર મોય
મછરાડો ઢોલ કયો વાગ્યો
ચ્યો વાગ્યો

એ આસોની રે અજવાળી રાતમાં
સઘળી સૈયરો રમતી રે સાથમાં
આસોની રે અજવાળી રાતમાં
સઘળી સૈયર રમતી રે સાથમાં

એ હે પાવો તારો વાગ્યો પાવાની મોય
પાવો તારો વાગ્યો પાવાની મોય
મછરાડો ઢોલ ચ્યો વાગ્યો
ચ્યો વાગ્યો
મછરાડો ઢોલ ચ્યો વાગ્યો
ચ્યો વાગ્યો

હે રમે રમે રાજાની રે હોળ રોણી
રમે રમે રાજાની રે હોળ રોણી
આ નવી નાર કોણ રમે
કોણ રમે
રમે રમે રાજાની રે હોળ રોણી
રમે રમે રાજાની રે હોળ રોણી
હે રમે મહાકાળી માં
પાવાવાળી માં

ઢોલ નગારાને વાગે છે વાજા
જોઈને ભોન ભુલ્યો પતય રાજા
ઢોલ નગારાને વાગે છે વાજા
જોઈને ભોન ભુલ્યો પતય રાજા

એ પાવો તારો વાગ્યો પાવાની મોય
પાવો તારો વાગ્યો પાવાની મોય
મછરાડો ઢોલ ચ્યો વાગ્યો
ચ્યો વાગ્યો
મછરાડો ઢોલ ચ્યો વાગ્યો
ચ્યો વાગ્યો

એ હે જાલ્યો જાલ્યો રાજાએ માનો પાલવ આજ
જાલ્યો જાલ્યો રાજાએ માનો પાલવ આજ
માતાજી કે સે મેલી દેજે અલ્યા
મેલી દેજે

હે હે માંગો માંગો માંગો તે આજ આલુ
પતય રાજા માંગો તે આજે આલુ
એ છોડી દેજ્યો છેડલો
મારો છેડલો

મને ઓળખવામાં ભૂલ તે કરી
આવો અવસર રાજા નહિ મળે ફરી ફરી
મને ઓળખવામાં ભૂલ તે કરી
આવો અવસર રાજા નહિ મળે ફરી ફરી

હે હે પાવો તારો વાગ્યો પાવાની મોય
પાવો તારો વાગ્યો પાવાની મોય
મછરાડો ઢોલ ચ્યો વાગ્યો
ચ્યો વાગ્યો
મછરાડો ઢોલ ચ્યો વાગ્યો
ચ્યો વાગ્યો

હે જોયા જોયા શક્તિને સન્મુખ
જોયા જોયા મહાકાળીને સન્મુખ
માતાજી મને માફ કરો
માડી માફ કરો

હે હે ગયા ગયા ગગન મંડળની મોય
મહાકાળી ગયા ગગન મંડળની મોય
ભગવતી માડી કાળકા
એ કાળકા

હો અમર ઇતિહાસ માનો ગવાય છે
ભાવથી ભજે એની પેઢી તરી જાય છે
અમર ઇતિહાસ માનો ગવાય છે
ભાવથી ભજે એની પેઢી તરી જાય છે

પાવો તારો વાગ્યો પાવાની મોય
પાવો તારો વાગ્યો પાવાની મોય
મછરાડો ઢોલ ચ્યો વાગ્યો
ચ્યો વાગ્યો

એ રાજન ધવલ પારે તારા આવે
નીતિન બારોટ ગુણલા તારા ગાવે
મછરાડો ઢોલ ચ્યો વાગ્યો
ચ્યો વાગ્યો
મછરાડો ઢોલ કયો વાગ્યો
કયો વાગ્યો
મછરાડો ઢોલ કયો વાગ્યો
કયો વાગ્યો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.