X

Dwarka Vada Re Lyrics | Vijay Suvada | Rudrax Digital

એ દરિયા કોઠે દેવળ તારું
આવવાનું ત્યાં મન થાય મારુ
કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે

અલ્યા દરિયા કોઠે દેવળ તારું
આવવાનું ત્યાં મન થાય મારુ
કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે

એ મોજે ચઢ્યો છે આજ મનનો આ દરિયો
દરિયાની વચ્ચે બેઠ્યો મારો શ્યોમળિયો
મોજે ચઢ્યો છે આજ મનનો આ દરિયો
દરિયાની વચ્ચે બેઠ્યો મારો શ્યોમળિયો

દેવ મારો દ્વારકા વાળો
કોનો મારો કોમણગારો
કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે
કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે

સોનાની નગરીને રૂપાના ગેટ છે
રાજપાટ રજવાડું મારા ઠાકરનો ઠાઠ છે
સોનાની નગરીને રૂપાના ગેટ છે
રાજપાટ રજવાડું મારા ઠાકરનો ઠાઠ છે

સોનાના હિંડોળે ઝૂલે મારો ઠાકર
બેઠ્યો દેવ મારો દ્વારકાને ડાકોર
સોનાના હિંડોળે ઝૂલે મારો ઠાકર
બેઠ્યો છે દેવ મારો દ્વારકા ને ડાકોર

ઊંચી મેડી મોલ છે રૂડા
સાત ઝરૂખે બળે દિવા
દ્વારકા વાળા રે, શ્યોમળિયા મારા રે
કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે

મતલબી દોરંગી દુનિયાના ખેલમાં
બેસજે ઠાકર તું મારી રે બેલમાં
મતલબી દોરંગી દુનિયાના ખેલમાં
બેસજે ઠાકર તું મારી રે બેલમાં

વ્હાલા મારા રણછોડ રાય
તારા પ્રતાપે ઘટે ના કાય
વ્હાલા મારા રણછોડ રાય
તારા પ્રતાપે ઘટે ના કાય

ખૂટેના દૂધ બાજરી દોનો
અમરત વાયડ ગાતા ગોનો
કાળીયા ઠાકર રે, શ્યોમળિયા મારા રે

એ દરિયા કોઠે દેવળ તારું
આવવાનું ત્યાં મન થાય મારુ
કાળીયા ઠાકર રે, દ્વારકા વાળા રે
કાળીયા ઠાકર રે, શ્યોમળિયા મારા રે
કાળીયા ઠાકર રે, શ્યોમળિયા મારા રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.