X

GARBO LYRICS | DHVANI BHANUSHALI

ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો
ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે
ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો
ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે

ઘૂમે તેનો ગરબો ને ઝૂમે તેનો ગરબો
ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે

સૂર્ય ચંદ્ર ગરબો ને ત્રાકતુઓ પણ ગરબો
ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે

તનડું ડોલાવે ને મનડું ઝુમાવતો
સૌને રે ગમતો ગરબો
રઢિયાળી રાતો માં લાગે રઢિયામણો
રમતો ને ભમતો ગરબો કે ઘૂમતો

દિવસ પણ ગરબો ને રાત પણ ગરબો
ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે

સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો
વાંસળી છે ગરબો મોરપીંછ ગરબો

ગરબો મતિ છે ગરબો સેહમતી
વીરનો એ ગરબો અમીર નો એ ગરબો

કાયા પણ ગરબો ને જીવ પણ ગરબો
ગરબો જીવન ની હળવી નિરાત છે

ગરબો સતી છે ને ગરબો ગતિ છે
ગરબો નારી ની ફૂલ ની બિછાત છે

તનડું ડોલાવે ને મનડું ઝૂમાવતો
સૌને રે ગમતો ગરબો
રઢિયાળી રાતો માં લાગે રઢિયામણો
રમતો ને ભમતો ગરબો કે ઘૂમતો

ગરબો તો સત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રળિયાત છે
ગરબો તો સત છે ને ગરબો અક્ષત છે
ગરબો માતાજીનુ કંકુ રળિયાત છે

આવ મા ગરબો સ્વભાવ મા ગરબો
ભક્તિ છે ગરબો હાં શક્તિ છે ગરબો
આવ મા ગરબો સ્વભાવ મા ગરબો
ભક્તિ છે ગરબો હાં શક્તિ છે ગરબો

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.