ઘરમાંથી નિસરો સોહય રંગ સુંદરી Lyrics in Gujarati
ઘરમાંથી નિસરો, સોહય રંગ સુંદરી,
વરરાજા જુએ બારે વાટડી રે.
હુંરે કેમ નિસરૂ મારી સાસુના જાયા
અમને અમારા દાદા દેખશે રે…
તમારા દાદાને રૂડી શીખ જ દેશું
પછી રે મોટાની કન્યા પરણશુંરે.
ઘરમાંથી…
હુંરે કેમ નિસરૂ મારી નણંદીના વીરા,
અમને અમારા કાકા દેખશે રે
તમારા કાકાને રૂડી શીખ જ દેશ
પછી રે મોટાની કન્યા પરણશરે
ઘરમાંથી…..
હુંરે કેમ નિસરું મારી સાસુના જાયા,
અમને અમારા મામા દેખશે રે..
તમારા મામાને રૂડી શીખ જ દેશ
પછી રે મોટાની કન્યા પરણશુંરે
ઘરમાંથી…