X

Hamir Kare Pokar Lyrics – Vijay Suvada, Mittal Rabari

માં……………….
એ મારી સંઘ પારકર ની મારી હમીર કકુ ની…
માં કકુ હમીર ન મોથુ ચડ ન…
દુઃખાવો મારી સધી ન થા…ય
પડ ના પડ બે-ઘડી વેળા ન વેળા
ચોઘડિયું મારા હમીર સુખરા ન
દુઃખ ની વેદના થા…ય
દુઃખ મારી સધી ન થા…ય

એ…કડવો કોટો લીલો નખ મારા હમીર કકુ
થાય તો મારી સધી ન પોહાય નઈ દેરા…
આવી સત્ત ની વાતો જુદી…
એ વાતો જતી રી એ જમોનો જતો રયો

કળયુગ મોં જેની ભગતી હશે જેની રેણી-કેણી હશે દેરા…
પસી દેરા…
પરવત વચી પોકાર કરશો તોય સધી ન એક હજાર વખત આવવું પડશે
પણ કરમ ન ધરમ નિતી હારી કરશો તો જ આવશે દેરા……

બાકી જોનારા જોતા રઈ જ્યા…
મોન ઇના માટે જબરી વાત
ના મોન ઇના માથે પથ્થર જેવી વા…ત

એકવીસ મી સદી ચાલ જે મોનતુ હોય ઈ ન મુબારક
ના મોનતુ હોય ઈ ન ચમત્કાર વગર નમસ્કાર
કોઈ દુનિયા મો કરતુય નથી દેરા…

જરૂર વેળા ન સમય સમય ની વાત જુદી સ…
મોણસ બદલાતો નથી સમય બદલાય સ…
એટલ સમય બદલાશે કોઈ દાડો મારી સધી નઈ બદલાય
ખમા…તમન માં…

હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે…
હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે…

અભિમાન મા હમીર ના માન્યો…હો હો
અભિમાન મા હમીર ના માન્યો
પારકર ની વાટ જાલી છે
હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે

એ…હમીર હાલ્યો પારકર દે…શ
જોવા વિદીયા વાળો દેશ
એ સધી ના પાડે તોય હાલ્યો પરદે…શ
જોવા જોવા વિદીયા વાળો દેશ
એ જોવા જોવા વિદીયા વાળો દેશ

પાર…કર નો પોમલો જબરો માયાવી…
એની આગળ હમીર ફાવશો નઈ…

પાર…કર નો પોમલો જબરો માયાવી…
એની આગળ હમીર ફાવશો નઈ…

એ તો જબરી વિદ્યા જાણે છે…હો હો
એ તો જબરી વિદ્યા જાણે છે
હમીર ને ભોંય માં દાટે છે
હો મારા સંઘ ની સધી માવડી હમીર ને હમજાવે છે……

એ…હમીર પાડે સધી ને પોકા…ર
માડી મારી આવો કરવા શાય
એ હમીર ને એક તારો આધાર
સધી માડી ભૂલ ને કરજો માફ
એ સધી માડી ભૂલ ને કરજો માફ
એ સધી માડી ભૂલ ને કરજો મા…ફ

હો સધી સંઘ માંથી પારકર જા…ય
હમીર સધી માં ના ગુંણલા ગા…ય
હો સધી સંઘ માંથી પારકર જા…ય
હમીર સધી માં ના ગુંણલા ગા…ય

મારી સધી રે દયાળુ છે… હો હો
મારી સધી રે દયાળુ છે
એના તોલે કોય ના આવે રે
હો મારા સંઘ ની સધી માત હમીર ને હમજાવે છે…
હો મારા સંઘ ની સધી માત હમીર ને હમજાવે છે……

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.