X

Kachi Re Matinu Kodiyu Lyrics | Pamela Jain | Soormandir

હે..એ..કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનું
હરિ ના હાથ સદા એ મોટા સમજીને જીવવાનું રે…

કાચી રે માટી નું કોડિયું આ કાયા
ઝબકી ઝબકી ને બુજાવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું
ઓ..કાચી રે માટી નું કોડિયું આ કાયા
ઝબકી ઝબકી ને બુજાવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું
કાચી રે માટી નું હે કોડિયું આ કાયા

તન મન ધન ના તલને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી
ઘાણી ઘૂમ્યા કરતી
હો તન મન ધન ના તલને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી
ઘાણી ઘૂમ્યા કરતી
હે ..એ . ભવસાગરનો નહિ ભરોસો ઘડી ઓટ ઘડી ભરતી
હે ઘડી ઓટ ઘડી ભરતી
હે લેણું દેણુ લખ્યું લલાટે લેણું દેણુ લખ્યું લલાટે
અહીં નું અહીં દેવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું
કાચી રે માટી નું હે કોડિયું આ કાયા

યોગ વિયોગ ની રમત વિધિ ની ચ્રક ફરે સંસાર નો
હે ચ્રક ફરે સંસાર નો
હો યોગ વિયોગ ની રમત વિધિ ની ચ્રક ફરે સંસાર નો
હે ચ્રક ફરે સંસાર નો
હે…એ..કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનું
હે ચોઘડિયું કિરતારનું
એ હરિ ના હાથ સદા રે મોટા
હરિ ના હાથ સદા રે મોટા સમજીને જીવવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું
કાચી રે માટી નું હે કોડિયું આ કાયા
હો કાચી રે માટી નું કોડિયું આ કાયા ઝબકી ઝબકી ને બુજાવાનું રે
જાનકી નો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે સુ થવાનું
કાચી રે માટી નું હે કોડિયું આ કાયા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.