X

Kankotri Lyrics | Manhar Udhas | Aafrin Part – 1 (Gujarati Ghazal)

કંઠસ્થ ગઝલો એમને મારી કરી તો છે
એને પસંદ જો હું નથી શાયરી તો છે
વર્ષો પછી અ બેસતાં વર્ષે દોસ્તો
બીજું તો ઠીક એમની કંકોત્રી તો છે

મારી એ કલ્પના હતી કે વિસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
મારી એ કલ્પના હતી કે વિસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને

ભુલી વફાની રીત ન ભુલી જરી મને
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને

કંકોતરીથી એટલું પુરવાર થાય છે
કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે
જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને

આસીમ હવે વાત ગઇ રંગ પણ ગયો
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો
હાથોની છેડછાડ ગઇ વ્યંગ પણ ગયો
મેળાપની એ રીત ગઇ ઢંગ પણ ગયો

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
એ પારકી બની જશે હું એનો એજ છું
ભુલી વફાની રીત ન ભુલી જરી મને.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.