X

Mari Hundi Swikaro Maharaj Lyrics | Arvind Barot, Meena Patel | Shivam Cassettes Gujarati Music

મારી હૂંડી એ મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
એ મારી હૂંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી
મારી હૂંડી શામળિયા હાથ રે શામળા ગિરધારી

એ રાણાજી રે રઢ કરી અને વળી મીરા કેરે કાજ
ઝેર ના પ્યાલા મોકલ્યા રે વ્હાલો ઝેર ના તે
રે વ્હાલો ઝેર ના તે મારણહાર રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

આ સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા વળી ધરિયુ નરસિંહ રૂપ
પ્રહલાદને ઉગારિયો રે વ્હાલે માર્યો છે
હે વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

એ ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ
દોયરી વેદના મારા વ્હાલમાં રે તમે ભક્તો ને
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

પાંડવની પ્રતિજ્ઞા પાળી અને દૌપદી ના પૂર્યા ચીર
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારો હે તમે સુભદ્રા
હે તમે સુભદ્રાબાઇ ના વીર રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

અરે ચાર જણા તીરથ વાસી અને વળી રૂપિયા છે સો સાત
વહેલા પધારજો દ્રારિકા રે મને ગોમતીમાં
હે મને ગોમતી નાહ્યા ની ઘણી ખંત રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

રહેવા ને નથી ઝૂપડું વળી જમવા નથી જુવાર
બેટો બેટી વળાવીયા રે મેં તો વળાવી
હે મેં તો વળાવી ઘર કેરી નાર રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

ગરથ મારુ ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર
સાચું નાણું મારો શામળો રે મારે દોલતમાં
હે મારે દોલતમાં રે ઝાઝપખાજ રે શામળાગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

તીરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગર ની માહી
આ શહેર માં એવું કોણ છે જેનું શામળશા
હે જેનું શામળશા એવું નામ રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

હે નથી બ્રાહ્મણ નથી વાણિયો અને નથી ચારણ નથી ભાટ
લોક કરે છે ઠેકડી રે નથી શામળશા
નથી શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

તીરથવાસી હાલિયા વળી આવ્યા નગરની બાર
આ વેશ લીધો વણિક નો રે મારુ શામળશા
મારુ શામળશા શેઠ એવું નામ રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

એ હૂંડી લાવો મારા હાથ માં વળી આપું પુરા દામ
રૂપિયા આપું રોકડા રે મારુ શામળશા
એ મારુ શામળશા એવું નામ રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

હૂંડી સ્વીકારી શામળે વળી અરજે કીધા કામ
મહેતાજી ફરી લખજો મુજ વાણોતર
હે મુજ વાણોતર સરખા કામ રે શામળા ગિરધારી
હે મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી

એ મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
એ મારી હૂંડી શામળિયા ને હાથરે શામળા ગિરધારી
એ મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.