X

Mari Mata Made Ene Koy Na Ghate Lyrics | Shital Thakor, Mahendrasinh Rajput | Ekta Sound

હે બાપ
હું તારા વડવાની માતા આવી મારા દીકરા શુ કામ રોવ સ બાપ
કદાચ લૂંટનારા ભલે લૂંટી ગયા હોય મારનારા કદાચ મારી જાય
પણ તારા ગોખલાની માલીપા તારા બાપની દેવી બેઠી છે ને
એ ની ઉપર ભરોસો રાખ
જો એની હાત પેઢી ઘૃણાલી ને પાછી ના લાવું ન
તો તારા કળ ભાગલે તારા બાપ ની દેવી બેઠી ન હતી હે

કે માં વાહ વાહ ની વસ્તી સ
પાપિયો પોરો સ કાળિયો કળિયુગ ચાલી રયો સ
એટલું જૂઠ ચાલી રહ્યું સ
અરર રા અરર રર
દેરા આ કાળીયા કળિયુગમાં માં અમારી ઓર રાખજે
અન દેવી આ કાળીયા કળિયુગમાં તારા જેવી માતા જેન મળી
એને આ દુનિયામાં કોઈ હરાવી નહિ શકે
અરર તારોં વિશ્વાસ દેરા અમારી ઓર રાખજે

એ મારી માતા મળે એને કોઈ ના ઘટે મારી માતા મળે એને કોઈ ના ઘટે
વળગે એને ભાઈ કોઈ ના વધે

એ મારી માતા મળે એને કોઈ ના ઘટે માતા મળે એને કોઈ ના ઘટે
વળગે એને ભાઈ કોઈ ના વધે

એ સરકારી કેશ તારોં કોર્ટ પતે સરકારી કેશ તારોં કોર્ટ પતે
મારી માતા નો કેશ તારોં કોઈ થી ના પતે

એ મારી માતા મળે એને કોઈ ના ઘટે માતા મળે એને કોઈ ના ઘટે
વળગે એને ભાઈ કોઈ ના વધે અલ્યા વળગે એને ભાઈ કોઈ ના વધે

એ મા રૂપિયાવાળા ને રૂપિયાનો પાવર હોય સ
માં લાકડીવાળા ન લાકડી નો પાવર હોય સ
અને દેરા નોકરી વાળાને એની સત્તાનો પાવર હોય સ
મારે નથી નોકરી નથી જમીન નથી જાગીરી નથી મીલતક
માર નથી લાકડીનો પાવર માર તો તારા દેવનો પાવર સ
અરર તારોં પાવર બતાવજે
આ તારા પાવરની વાત આ દુનિયા ને બતાવજે
એં માં

હા ઘરના તારા બધા ગોડા થશે અન્ન અને દોત ને વેર થશે
હો જે દિ પ્રસંગોના ઢોલ વાગશે એ દિ તારા ઘરના બૈરાં ધૂણશે
હે મારી માતાની નજરે તું ખોટો ચઢ્યો
માતાની નજરે તું ખોટો ચઢ્યો
જોણી જોઈને તું કાળ માં પડ્યો

એ મારી માતા મળે એને કોઈ ના ઘટે માતા મળે એને કોઈ ના ઘટે
વળગે એને ભાઈ કોઈ ના વધે અલ્યા વળગે એને ભાઈ કોઈ ના વધે

કે જે દાડે લોહી ના ઓંહુઁ પડ
આ દુનિયામાં તારું ઓંહુઁ લૂછનારું કોઈ મળે નહિ
એ દાડે મારી માતાને નમી પડજે
છોરુ કછોરું થાહે પણ મારુ માવતર કુમાવતર થાહે નહિ
મારી માનો હોનાના ઓકડે ન્યાય લાવજે
જેટલું તારું ગુમાવ્યું ને જેટલું તને દુઃખ આપ્યું
એના કરતા ડબલ સુખ આપી એ તન રાજા બનાવી ફેવરશે
આવી દેવની વાતો જુદી સ માતાની વાતો જુદી સ
એકવીશમી સદી માં મોને એની જય ના મોને એની જય

એ દુઃખના ડુંગરો તારા પર તુટશે દુનિયાના ડોક્ટરો છૂટી પડશે
એ દાડે માતાને તારે નમવું પડશે
નહીંતર સરનામું તારું કોય ના મળશે

હે મારી માતાના ભુવાની વાત મોનવી પડશે
એના વેણ નું મોંન રાખવું પડશે
વ્યવહાર માતાનો તારે કરવો પડશે

એ મારી માતા મળે એને કોઈ ના ઘટે માતા મળે એને કોઈ ના ઘટે
વળગે એને ભાઈ કોઈ ના વધે
એ મારી માતા મળે એને કોઈ ના ઘટે મારી માતા મળે એને કોઈ ના ઘટે
વળગે એને ભાઈ કોઈ ના વધે
હા વળગે એને ભાઈ કોઈ ના વધે
અલ્યા માતા વળગે તો કોઈ ના વધે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.