X

Marva Vada Marigaya Mata Vada Tarigaya Lyrics | Vijay Suvada | Soorpancham Beats

એલા જગત ની મેલી માં
જે દી દુનિયા મા ડૉક્ટર છુટ્ટી પડે ને
તે દી કુડ ની દેવી ને અમને યાદ કરજે બાપ
જો મરેલા મર્દા એ ઉભા ના કરું ને
તો તો તારા વળવા ની દેવી બેઠી નથી હે

એ ડૂબી ગયા ડુબાડવા વાળા
તરી જયા લ્યા માતા વાળા
એ ડૂબી ગયા ડુબાડવા વાળા
તરી જયા લ્યા માતા વાળા
એ મરી ગ્યા લ્યા મારવા વાળા
તરી જયા લ્યા માતા વાળા
હે નતા મોનતા મોની જયા
તરી જયા લ્યા માતા વાળા

હે સત્ત ની વાટે ચાલવા વાળા
ખોટું ના કોઈ નું કરવા વાળા
હે નતા નમતા નમી જયા
તરી જયા લ્યા માતા વાળા
એ ડૂબી ગયા ડુબાડવા વાળા
તરી જયા લ્યા માતા વાળા

હે આજ મારે ઓગણે હુંરજ હોના નો
માતા ની મેર ભઈ માતા ની મેર સે
હે હરખે રે હુજવું અવસર માતા નો
માતા ની મેર ભઈ માતા ની મેર સે
હે સત્ત ની વાટે ચાલવા વાળા
ખોટું ના કોઈ નું કરવા વાળા

હે ખોટું કરનારા પસ્તાઈ ગ્યા
તરી જયા લ્યા માતા વાળા
મઢે આઈને કગરી જ્યા
તરી જયા લ્યા માતા વાળા

હે દુનિયા ની દુનિયાદારી જોઈ
ભઈ ક્યારેક ઓખ મારી જોઈ
હે એવું જોઈને વિહત મારી આઈ
પાલવ થી આંખો મારી લૂછી

હે સત્ત ની વાટે ચાલવા વાળા
ખોટું ના કોઈ નું કરવા વાળા
હે નતા નમતા નમી જયા
તરી જયા લ્યા માતા વાળા
એ મરી ગ્યા લ્યા મારવા વાળા
તરી જયા લ્યા માતા વાળા

હે સમરે માડી પરચા પુરે છે
માતા ની મેર છે માતા ની મેર છે
કુંવાસી ના માડી મેળા ભાંગે છે
માતા ની મેર છે માતા ની મેર છે
હે સત્ત ની વાટે ચાલવા વાળા
ખોટું ના કોઈ નું કરવા વાળા

હે સુખ નો સોયો રૂડો કરે
તરી જયા લ્યા માતા વાળા
હે ટેરો વિજય વિહત, વિહત ભણે
તરી જયા લ્યા માતા વાળા

ઓ…આ….

જીનું પિયર પાતરું હોય
જીનું હાહરીયું જાડું હોય ડેરા
જે દીકરી ન મુહાર મા મોમા ના હોય
જિન કુટુંબ મા કાકા ના હોય
એ ડેરા એવી દીકરી ના દીકરા નું ટોનૂ આયું હોય
એ દીકરા ના લગન હોય પણ
મોમેરુ, વર, વાંગા ભરનારું વીરો ના હોય
પિયર હોમો લમણો વાળ ન

હે જીના ભઈ ન ભોંન ન હોય
મોથે હંતોક વાળવા વાળો
વીરો ન હોય
તૈણ દાડો માતા ન ટહુકો કર ન
હેનું ખમાય મેનુ ન ખમાય
મેણું મોથા નો ઘા કેવાય ડેરા
તૈણ દાડો પાતાળ માંથી પોકાર જાગ ન
એવી કુંવાસી મેનુ ભાગનારી મારી દેવી
એનો વીરો બની જાય એનો વીર બની જાય
મોથે હાથ મેલનારું દેરું બની જાય ડેરા
ના કર એવું કોમ કરનારી મારી તૅત્રરીસ કરોડ દેવી
શક્તિ નો દીવો એક ઠારી
નોમ જુદા જુદા એથ્વા
કળિયુગ મા જીણું રટણ હશે
ઈન ચોક્કસ પણે માતા મારી ઇનો વીરો બનશે
મારી કુંવાસી મેના ભાગનારી માં ને બાપ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.