Navlakhay Lobdiyaliyu Lyrics
Madiyu Madhde Raas Rame
હે નવ લખાય લોબડીયાડીયુ ભેળીયું,
માડીયું મઢડે રાસ રમે.
ઓઢી કાળી કામળીયું લાલ ધાબડીયું,
ફૂલ છાબડીયું સેર ફરે.
હય્યે હેમ હાસંળીયુ…
માણેક મઢીયું… હોઓ.. માં…
હય્યે હેમ હાસંળીયુ…
માણેક મઢીયું,
મોતી એ જળીયું તેજ ઝરે..
પગ નુપૂર કડલા કાંબીયું શોભિયું,
હેમ નીકોઠીયું હાથ ફરે,
વળી ત્રીશુલ વાડીયું ભૂરા ભંડાળીયું,
લાકડ વાળીયું એમ રમે.
એ ધન ધીમી ધજાળીયું આભ કપાળીયું,
ભેળીયા વાળીયું એન ભમે.
પર હેમન ચુડીયું પાળીયે તાળીયું,
ગાળીયું જાળીયું નભ ગજે.
માત મીંળલ નાગલ તાગલ રાજલ… માઁ….
માત મીંળલ નાગલ તાગલ રાજલ…
મોગલ પીઠડ બાઈ મળે…
માત ધરણી જીવણી બાલવી ભલાર,
બુટભવાની એ સાથ ફરે.
વળી રુપલ દેવળ હોળ હોળ ઓલી,
ખમ્મા ખમ્મા ખોડીયાર ભમે…
gujaratilyrics.com