X

Pehla Pehla Jugma Rani Lyrics| Parth Mistry, Indira Shrimali | Shivam Cassettes Gujarati Music

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટી ને
અમે રે પોપટ રાજા રામના
હો જી રે અમે રે પોપટ રાજા રામના

ઓતરા તે ખંડમાં આંબલિયો પાક્યો ત્યારે સૂડલે મારેલ મુને ચાંચ રાણી પીંગળા
ઓતરા તે ખંડમાં આંબલિયો પાક્યો તે દિ સૂડલે મારેલ મુને ચાંચ રાણી પીંગળા
એ ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
તોયે રે નો હાલી મોરી સાથ રાણી પિંગળા
એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના
એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના

બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રાજા રામના
ઓ જી રે અમે રે મૃગેશ્વર રાજા રામના
વન રાતે વનમાં પારધી રે ફાંસલો બાંધ્યો પડતા છાંડયા મેં મારા પ્રાણ રાણી પિંગળા
વન રાતે વનમાં પારધી રે ફાંસલો બાંધ્યો પડતા છાંડયા મેં મારા પ્રાણ રાણી પિંગળા
એ ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
તોયે રે નો હાલી મારી સાથ રાણી પિંગળા
એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના
એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના

ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણી ને અમે રે તપેશ્વર રાજા રામના
ઓ જી રે અમે રે તપેશ્વર રાજા રામના
ખુડલીક વનમાં ફૂલ વીણવા જાતા તે દી ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા
ખુડલીક વનમાં ફૂલ વીણવા જાતા તે દી ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા
એ ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
તોયે રે નો હાલી મોરી સાથ રાણી પિંગળા
હો એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના
એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના

ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પિંગલા ને અમે રે ભરથરી રાજા રામના
ઓ જી ર અમે રે ભરથરી રાજા રામના
ચાર ચાર યુગમાં ઘરવાસ વેઠ્યો તોયે તોયે નો હાલી મોરી સાથ રાણી પિંગળા
ચાર ચાર યુગમાં ઘરવાસ વેઠ્યો તોયે નો હાલી મોરી સાથ રાણી પિંગળા
એ ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
તોયે રે નો હાલી મોરી સાથ રાણી પિંગળા
હો એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના
એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના
એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના
એવા દલડાં એ હંભારો ખમ્મા પુરવજનમના ના સહેવાસના.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.