X

PRABHAT FERI LYRICS | VIREN PRAJAPATI

ઓ વ્હાલા રે વ્હાલા ઓ નંદલાલા
જાગો ને જાધવ રાય કરું કાલા વાલા
વ્હાલા રે વ્હાલા ઓ નંદલાલા
જાગો ને જાધવ રાય કરું કાલા વાલા

નીંદર રાણી નેણમાંથી વિદાય વાલીડા માંગે
નીંદર રાણી નેણમાંથી વિદાય વાલીડા માંગે
કરો હુકમ દ્વારિકાધીશ તો સૌ પશુ પંખીડા જાગે

સુરીયો દેવ આભે ઉગવાની રજા વાલીડા માંગે
સુરીયો દેવ આભે ઉગવાની રજા વાલીડા માંગે
કરો હુકમ દ્વારિકાધીશ તો સૌ સુતેલા મનવા જાગે

તમે જાગો તો સૌ જાગે ત્રણે લોક દર્શન માંગે
તમે જાગો તો સૌ જાગે ત્રણે લોક દર્શન માંગે

નીંદર રાણી નેણમાંથી વિદાય વાલીડા માંગે
નીંદર રાણી નેણમાંથી વિદાય વાલીડા માંગે
કરો હુકમ દ્વારિકાધીશ તો સૌ પશુ પંખીડા જાગે

હે મારા ઘટમાં બિરાજતા
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી

દ્વારિકા ના દ્વાર ખોલી બહાર વ્હાલા આવો
વાંસળી વગાડી ને આ સુષ્ટિ ને જગાવો
દ્વારિકા ના દ્વાર ખોલી બહાર વ્હાલા આવો
વાંસળી વગાડી ને આ સુષ્ટિ ને જગાવો

તું રહે કણ કણમાં હૃદયનાં દર્પણમાં
તું રહે કણ કણમાં હૃદયનાં દર્પણમાં

નીંદર રાણી નેણમાંથી વિદાય વાલીડા માંગે
નીંદર રાણી નેણમાંથી વિદાય વાલીડા માંગે
કરો હુકમ દ્વારિકાધીશ તો સૌ સુતેલા મનવા જાગે

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શ્યામળા ગિરધારી

તારા વિના આખા એ જગમાં અંધારું
આરતીથી તારી થાયે પ્રભુ અજવાળું
તારા વિના આખા એ જગમાં અંધારું
આરતીથી તારી થાયે પ્રભુ અજવાળું

શ્યામળિયા ગિરધારી આંખો ખોલે ને મુરારી
શ્યામળિયા ગિરધારી આંખો ખોલે ને મોરારી

નીંદર રાણી નેણમાંથી વિદાય વાલીડા માંગે
નીંદર રાણી નેણમાંથી વિદાય વાલીડા માંગે
કરો હુકમ દ્વારિકાધીશ તો સૌ પશુ પંખીડા જાગે
કરો હુકમ દ્વારિકાધીશ તો સૌ સુતેલા મનવા જાગે
કરો હુકમ દ્વારિકાધીશ તો સૌ પશુ પંખીડા જાગે

પૃથ્વી નો પાલનહાર રાત દિન જાગતો
કહી દેને કૃષ્ણ તને થાક નથી લાગતો
અર્જુન ના જોડે હતા તમે મહાભારત કાળે
કળજુગમાં રેજો રે તમે અમારી હારે

કાયા રાણી મોહ મૂકી ને ધૂન તમારી માંગે
કાયા રાણી મોહ મૂકી ને ધૂન તમારી માંગે
કરો હુકમ દ્વારિકાધીશ તો આ જીવતર લેખે લાગે
કરો હુકમ દ્વારિકાધીશ રાજન ધવલ રાહત માંગે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.