X

RONA BAJARMA FARYA KARE LYRICS | GEETA RABARI

હે… મહેનત થી ખાવું ને ઈજ્જતથી જીવવું
વગર વાંકે કોઈ ને ના નડવું
હે… મહેનતથી ખાવું ને ઈજ્જતથી જીવવું
વગર વાંકે કોઈ ને ના નડવું

સામા પડે તો પૂરું થઇ જાય
હિસાબ ના ચોપડા કલોઝ થઇ જાય
હામા પડે તો પૂરું થઇ જાય
હિસાબ ના ચોપડા કલોઝ થઇ જાય

પછી દુનિયા ગોત્યા કરે

બળવા વાળા બળ્યા કરે
રોણા બજાર માં ફર્યા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણા બજાર માં ફર્યા કરે

હે… દેખાવે ભોળા હાવ સિમ્પલ ને સાદા
દેખાવે ભોળા હાવ સિમ્પલ ને સાદા
બંદા છે આપણી નગરી ના રાજા

યારો ના યાર વાલા બંકા ગુજરાત ના
ચર્ચા છે આપણી આખા જગત માં

મર્દ મૂછાળો એકલો જ આવે
રંગીલો રાણો દુનિયા ઝુકાવે
મર્દ મૂછાળો એકલો જ આવે
રંગીલો રાણો દુનિયા ઝુકાવે

ભર બજારે ભડાકા કરે

બળવા વાળા બળ્યા કરે
રોણા બજાર માં ફર્યા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણા બજાર માં ફર્યા કરે

હો… એક વાર બોલે પછી બીજું ના બોલે
એક વાર બોલે પછી બીજું ના બોલે
ભાઈ ની હાંકે આખી દુનિયા ડોલે

જીગર માં દમ ને અલગ છે અંદાજ
આખી દુનિયામાં છે રાણા ના રાજ

ગમે એવી ટોપ હોય લડી રે લેવું
વેરીઓની વચ્ચે હોહરા પડવું
ગમે એવી ટોપ હોય લડી રે લેવું
વેરીઓની વચ્ચે હોહરા પડવું

પછી દુનિયા સલામ ભરે

બળવા વાળા બળ્યા કરે
રોણા બજાર માં ફર્યા કરે

હે મહેનતથી ખાવું ને ઈજ્જતથી જીવવું
વગર વાંકે કોઈ ને ના નડવું

સામા પડે તો પૂરું થઇ જાય
હિસાબ ના ચોપડા કલોઝ થઇ જાય
હામા પડે તો પૂરું થઇ જાય
હિસાબ ના ચોપડા કલોઝ થઇ જાય

પછી દુનિયા ગોત્યા કરે

બળવા વાળા બળ્યા કરે
રોણા બજાર માં ફર્યા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણા બજાર માં ફર્યા કરે

રોણા બજાર માં ફર્યા કરે
રોણા બજાર માં ફર્યા કરે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.