X

SAIYAR DHOL NA TAALE LYRICS | ALPA PATEL

સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી
સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી
સોળ સજી શણગાર ને પેરી ચણિયાચોળી જબરી
સોળ સજી શણગાર ને પેરી ચણિયાચોળી જબરી

સહિયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી
સહિયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી

ઘમ્મર ઘમ્મર ઘૂમે ગરબો ભદ્રકાળી માથે
દીવડિયા પ્રગટાવ્યા બેની મેં તો મારા હાથે
ઘમ્મર ઘમ્મર ઘૂમે ગરબો ભદ્રકાળી માથે
દીવડિયા પ્રગટાવ્યા બેની મેં તો મારા હાથે

એ ગરબાના ચાંદરડા
એ ગરબાના ચાંદરડા
જાણે રમતા સંતા કુકડી

સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી
સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી

ગરબે રમવા આવી છું માં ચૂંદડી ઓઢી માથે
દીકરી જાણી રહેજો માં તમે ડગલે ને પગલે સાથે
ડગલે ને પગલે સાથે રહેજો ડગલે ને પગલે સાથે

ગરબે રમવા આવી છું માં ચૂંદડી ઓઢી માથે
દીકરી જાણી રહેજો માં તમે ડગલે ને પગલે સાથે

માં અંબાને અરજ કરું હું
માં અંબાને અરજ કરું હું
સાંભળજો માવલડી

સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી
સૈયર ઢોલના તાલે રમવાને હું ગુજરાતણ નીકળી

નાકે છે નથડીને ટીલડી છે ભાલ
નાજુક એ નમણીને ચટકંતી ચાલ
તાલીઓના તાલે રંગ ઉડે છે ગુલાલ
ગરબે રમે છે જુવો નર અને નાર
ગરબે રમે છે જુવો નર અને નાર
ગરબે રમે છે જુવો નર અને નાર.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.