X

Samru Mogal Lyrics In Gujarati

સમરૂં મોગલ માં લિરિક્સ ગુજરાતીમાં

હે સમરૂં મોગલ છારણી રે,
તુને માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે હે માં
કલિયુગ કારમો જોઈને જાગી,
તું તો શુભ કરણી સાક્ષાત
હે મોગલ મચ્છરાળી રે હે માં
સમરૂં મોગલ છારણી રે,
તુને માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે માં…

હે ઓખા ભીમરાણા વળી વાંકિયા,
ભગુડા રાણેહર અઢિયાળા ધામ
હે મોગલ મચ્છરાળી રે હે માં
સમરૂં મોગલ છારણી રે,
તુને માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે હે માં….

હે દુઃખના હડસેલે ડુંગરાને,
મોગલ પાથરે સુખના પ્રભાત
હે મોગલ મચ્છરાળી રે હે માં
સમરૂં મોગલ છારણી રે હું તો,
માથડાં નમાવી તું ને માં
હે મોગલ મચ્છરાળી રે હે માં

હે કાબરાઉ મણિધર જિંડવામાં,
ઓલા ગરવિયાળા છે ધામ
હે મોગલ મચ્છરાળી રે હે માં
સમરૂં મોગલ છારણી રે તુને,
માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે હે માં

હે પલટે લેખ ઈતો એના પ્રતાપથી,
જો સુણે ઈ અંતરનો સાદ
હે મોગલ મચ્છરાળી રે હે માં
હે સમરૂં મોગલ છારણી રે,
તુને માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે હે માં
હે આવે ઉતાવળી ઈ એકજ હાકલે,
જો શક્તિદાન ચારણ દે સાદ
હે મોગલ મચ્છરાળી રે હે માં
હે સમરૂં મોગલ છારણી રે,
તુને માથડાં નમાવી હું માં
હે મોગલ મચ્છરાળી રે હે માં

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.