X

Shankhalpur Sohamnu Re Lyrics | Arvind Barot, Meena Patel | Shivam Cassettes Gujarati Music

શંખલપુર સોહામણું રે
શંખલપુર સોહામણું રે
ત્યાં છે તમારો વાસ મારી બહુચરા
ત્યાં છે તમારો વાસ મારી બહુચરા
દીવા બળે માને ઘી તણાં રે
દીવા બળે માને ઘી તણાં રે

આઠે પ્રહોર અજવાશ મારી બહુચરા
આઠે પ્રહોર અજવાશ મારી બહુચરા
શંખલપુર સોહામણું રે
શંખલપુર સોહામણું રે

બુદ્ધિ આપોને માત બહુચરા રે
બુદ્ધિ આપોને માત બહુચરા રે
હું છું તમારો દાસ મારી બહુચરા
હું છું તમારો દાસ મારી બહુચરા
પાટણવાડું પરગણું રે
પાટણવાડું પરગણું રે

ગાયકવાડી ગામ મારી બહુચરા
ગાયકવાડી ગામ મારી બહુચરા
શંખલપુર સોહામણું રે
શંખલપુર સોહામણું રે

આંખો આપોને નીરખવા રે
આંખો આપોને નીરખવા રે
હસતાંરમતાં જાય મારી બહુચરા
હસતાંરમતાં જાય મારી બહુચરા

આંધળા આવે પોકારતાં રે
આંધળા આવે પોકારતાં રે
આવે માતાજીની પાસ મારી બહુચરા
આવે માતાજીની પાસ મારી બહુચરા
શંખલપુર સોહામણું રે
શંખલપુર સોહામણું રે

વાંઝિયા આવે પોકારતાં રે
વાંઝિયા આવે પોકારતાં રે
આવે માતાજીની પાસ મારી બહુચરા
આવે માતાજીની પાસ મારી બહુચરા

પુત્ર આપોને મૈયા પારણે રે
પુત્ર આપોને મૈયા પારણે રે
ગુણ તમારા ગાય મારી બહુચરા
ગુણ તમારા ગાય મારી બહુચરા
શંખલપુર સોહામણું રે
શંખલપુર સોહામણું રે

ઘોડી તણો ઘોડો કીધો રે
ઘોડી તણો ઘોડો કીધો રે
માંએ નારીનો કીધો મર્દ મારી બહુચરા
નારીનો કીધો મર્દ મારી બહુચરા

અસુર તણાં દળ આવિયાં રે
અસુર તણાં દળ આવિયાં રે
આવ્યાં માતાજીની પાસ મારી બહુચરા
આવ્યાં માતાજીની પાસ મારી બહુચરા
શંખલપુર સોહામણું રે
શંખલપુર સોહામણું રે

કુકડિયા માતા તણા રે
કુકડિયા માતા તણા રે
તળીયા તાવા માંય મારી બહુચરા
તળીયા તાવા માંય મારી બહુચરા

મુવેલા મ્રઘ બચાવીયા રે
મુવેલા મ્રઘ બોલાવિયા રે
માંએ અસુર તણા પેટ માંય મારી બહુચરા
અસુર તણા પેટ માંય મારી બહુચરા
શંખલપુર સોહામણું રે
શંખલપુર સોહામણું રે

દાસ વલ્લભ માને વીનવે રે
દાસ વલ્લભ માને વીનવે રે
હું છું તમારો દાસ મારી બહુચરા
હું છું તમારો દાસ મારી બહુચરા
શંખલપુર સોહામણું રે
શંખલપુર સોહામણું રે

ત્યાં છે તમારો વાસ મારી બહુચરા
ત્યાં છે તમારો વાસ મારી બહુચરા
શંખલપુર સોહામણું રે
શંખલપુર સોહામણું રે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.