X

SOL VARAS NI SUNDARI LYRICS | SURESH ZALA

અલ્યા સોળ વરસની સુંદરી સુંદરી
એ સોળ વરહની છોકરી એની કેડો જોરદાર
પદમણી પાતળી કુવે પોણી ભરવા જ્યોતો
અલ્યા સોળ વરહની છોકરી એની કેડો જોરદાર
પદમણી પાતળી કુવે પોણી ભરવા જ્યોતો

હો ગોમનો દોલનો વગડો એમાં કોટારી વાડ રે
ધીમા પગલે હેડજો પગ મચકાઈ ના જાય રે

હે લાલ ઘમરીયો ઘાઘરો ઘાઘરો
હે લાલ ઘમરીયો ઘાઘરો એમાં ઘુઘરીનો રણકાર
પદમણી પાતળી કુવે પોણી ભરવા જ્યોતો
હે કુવે પોણી ભરવા જ્યોતો

હો માથે બેડલો ને કૂવે પોણી ભરતા જોયો તો
ડાબી નજરો કરી ન મારા ઓમું જોતો તો
અલ્યા કાળી ભમ્મર એની ઓખો રે ચમકતી તી
જોયું ના જોયું એતો મન બઉ ગમતી તી

હો કરીયે શું સવાલ રે નથી દિલમો એ જવાબ રે
કરીયે શું સવાલ રે નથી દિલમો એ જવાબ રે

અલી શું તમારો નોમ રે નોમ રે
અલી શું તમારો નોમ ને કયો ગોમનો છો મેમોન
પદમણી પાતળી નદી પોણી ભરવા જ્યોતો
નદીયે પોણી ભરતા જોયો તો

હો કોક દાડો મલો તો આલ ચાલ પૂછજો
મારા જેવા માટે છોડી તમે થોડું વિચારજો
હો હશે મારો રોમ રાજી ફરી મળશું આ ટાણે
તમે રાજી તો મારા દિલમો થાશે આસ રે

હો હસતા મોઢે કહી દયો મારો જીવ બઉ ગભરાય છે
હસતા મુખે કહી દયો આ જીવડો બઉ ગભરાય છે

અલી લ્યો ભરી લ્યો પોણી પોણી
ઓ લ્યો ભરી લ્યો પોણી ઘેર જવા મોડું થાય
પદમણી પાતળી કુવે પોણી ભરવા જ્યોતો
નેહડે પોણી ભરવા જ્યોતો
હે નદીયે પોણી ભરવા જ્યોતો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.