X

SONA NU DAKLU LYRICS | TEJAL THAKOR, MAYANK PRAJAPATI

એ હોના નુ માં નું ડાકલું ને
એ હોના નું માં નું ડાકલું ને

એ હોના નું માં નું ડાકલું ને
રૂપા ની લઇ ને જેડી
માતા ને મળવા જાવું

હે જુગ પેલા ની જોગણી ને
મોની તી મેલડી માં
મારે ઈને મળવા જાવું

એ રમવા આવો માતા ધુણવા આવો
રમવા આવો માતા ધુણવા આવો
રમવા આવો માતા ધુણવા આવો

એ અવસરિયો આયો મારા ઓગણે
વેલેરા આવજો માતા
માતા ને મળવા જાવું

એ હોના નું માં નું ડાકલું ને
રૂપા ની લઇ ને જેડી
માતા ને મળવા જાવું

એ રજા લીધી ને વેણ વધાવો રે આયો
જોગણી મેલડી નો મોડવો રે છાંયો

હો હો હો ચૈત્ર માં રમેલ નો વાયરો રે વાયો
મઢડો માં નો ફૂલડે સજાયો

વાત હૈયે ધરો માં વાર ના કરો
વાત હૈયે ધરો માં વાર ના કરો
વાત હૈયે ધરો માં વાર ના રે કરો

એ ઢોલ શરણાયું વગડાવશું ને
હોમૈયા કરશુ માતા
માતા ને મળવા જાવું…જાવું

એ હોના નું માં નું ડાકલું ને
રૂપા ની લઇ ને જેડી
માતા ને મળવા જાવું

એ ભુવા પાવરીયા ભેળા રે આવશે
દુનિયા ની દેવીઓ ધુણવા રે આવશે

એ હરખ નું વેણ ને વધાવો રે આલશે
ખમ્મા મજાને આશી માં આલશે

મારી જોગણી સે રાજા, વાગે રૂડા વાજા
મારી મેલડી સે રાજા, વાગે રૂડા વાજા
મેલડી સે રાજા, મારી જોગણી સે રાજા

એ દહકો મારો તું લાવજે ને
આઈખે હાચવજે માતા
મારે ઈને મળવા જાવું

એ હોના નું માં નું ડાકલું ને
રૂપા ની લઇ ને જેડી
માતા ને મળવા જાવું

એ હે…હે…માં
એ અત્યારે દુનિયા માં કાળા કળયુગ ના વાયરા વાયા સ
રાજલ ભઈ ધવલ ભઈ ઠાકોર સાહેબ હોંભરો ન
એ અત્યારે બે ડગલો આગળ જો કોઈન ગમતું નથી
અરે અરે માં તારા જેવી માતા ના મળી હોત્ત તો
એ દુનિયા હેડવા મારગ નો આલોત
મારા જોગમાયા હોંભળજે
તું એ બજાર મોં રાજા કરીન ફેરવ્યા સન રાજા કરી ફેરવજે
અરે અરે માડી માડી આ દુનિયા માં વટ ભારીન તો
એ.. હોજના વેરી થવાના
પણ માં તું મારા ભેરી રેજે
એ કોઈ દહાડો મારો વાર વોંકો થવા ના દેતી માં
અરે અરે મારી ઢાલ પણ તુ સ માડી મારી તલવાર પણ તુ સ
એ મારી એકે ફોટિ સેવન રાઇફલ પણ તુ સ માં
માં જેવી આબરૂ રાખી એવી આ આઈખે આબરૂ રાખજે માં..

એ હોના નું માં નું ડાકલું ને
રૂપા ની લઇ ને જેડી
માતા ને મળવા જાવું

એ જુગ પેલા ની જોગણી ને
મોનીતી મેલડી માં
મારે ઈને મળવા જાવું

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.