X

Sona Vatakdi Re Lyrics | Rekha Rathod, Prabhat Barot | Tirath Studio

સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા
સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા
હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા
હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા

સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા
સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા

પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા
હે કાબિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા
કાબિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા

હાથ પરમાણે ચૂડલો સોઈ રે વાલમિયા
હાથ પરમાણે ચૂડલો સોઈ રે વાલમિયા
હે ગુજરીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા
ગુજરીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા

સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા
સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા

ડોક પરમાણે હારલો સોઈ રે વાલમિયા
ડોક પરમાણે હારલો સોઈ રે વાલમિયા
હે હારલાની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા
હે હારલાની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા

નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા
નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા
હે ટીલડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા
હે ટીલડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા

સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા
સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા

કાન પરમાણે કુંડળ સોઈ રે વાલમિયા
કાન પરમાણે કુંડળ સોઈ રે વાલમિયા
હે વાળિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા
હે એવી વાળિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા

અંગ પરમાણે કમખો સોઈ રે વાલમિયા
અંગ પરમાણે કમખો સોઈ રે વાલમિયા
હે એવી ચૂંદડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા
હે એવી ચૂંદડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા

સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા
સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા
હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા
હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા

સર પટ સધર સમર તટ, અનુસર રંગભર કરતક મેલ કરે,
હરિહર સુર અવર અવર અતિ મનહર, રંગભર સુંદિર શ્યામ રમે
નિરજન નિજ પ્રવર, પ્રવર અતિ નિરજન, નિકટ મુકુટ શર સવર નમે
હરિહર સુર અવર અવર અતિ મનહર, રંગભર સુંદિર શ્યામ રમે
જી જીરંગભર સુંદિર શ્યામ રમે, જી જીરંગભર સુંદિર શ્યામ રમે
જી જી રંગભર સુંદિર શ્યામ રમે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.