X

VANDE MATARAM LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT), SHITAL THAKOR

આ દેશની ધરતી પર એવા હતા નરબંકા
જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા
આ દેશની ધરતી પર એવા હતા નરબંકા
જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા

વંદે માતરમ… વંદે માતરમ…
વંદે માતરમ… વંદે માતરમ…

બાળ ગંગાધર તિલક ને સુભાસચંદ્ર જેવા
લાલા લજપતરાય ને મંગલ પાંડે જેવા
આઝાદ ચંદ્રશેખર ને રાજગુરુ જેવા
શહીદ વીર ભગતસિંહ ને સુખદેવ જેવા

પોતે શહીદ થઈને આઝાદી અપાવી
પોતે શહીદ થઈને આઝાદી અપાવી
કુરબાની જોને એમની આજ કેવો રંગ લાવી

આમ દેશ કાજે જેને આપ્યા છે બલીદાનો
નરબંકા નવજવાનો ને યાદ કરવા આજે
આ દેશની ધરતી પર એવા હતા નરબંકા
જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા

વંદે માતરમ… વંદે માતરમ…
વંદે માતરમ… વંદે માતરમ…

લાલ બહાદુર શાસ્ત્રી ને ડોક્ટર બાબા આંબેડકર
પંડિત નહેરુ ચાચા એ દેશ ભક્ત સાચા
સરદાર અને ગાંધી દુશ્મનો સામે આંધી
એક શાંત બીજા ક્રોધી ગુલામી ના વિરોધી

થર થર દુશ્મનો કાપે આઝાદી રાત આપે
થર થર દુશ્મનો કાપે આઝાદી રાત આપે
એવા દેશ પ્રેમીયો ને આજ કેમ રે ભુલાશે

આઝાદ દેશ મારો રહશે ઋણી તમારો
વતન ની લાજ કાજે હોમી દીધો જન્મારો
આઝાદ દેશ મારો રહશે ઋણી તમારો
વતન ની લાજ કાજે હોમી દીધો જન્મારો

વંદે માતરમ… વંદે માતરમ…
વંદે માતરમ… વંદે માતરમ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.