X

VEN BOLE MARI MATA KHOTU THAVA NAI DAU LYRICS | VIJAY SUVADA, ALVIRA MIR

હે હાથમાં લીધા ઘઉં
એ હાથમાં લીધા ઘઉં અન ચોખ્ખે ચોખ્ખું કઉ
હાથમાં લીધા ઘઉં અન ચોખ્ખે ચોખ્ખું કઉ
વેણ બોલે મારી માતા ખોટું થવા રે નઈ દઉં

હે ખોટું કોઈ નું કરશો તો ચલાવી નઈ લઉ
ખોટું કોઈ નું કરશો તો ચલાવી નઈ લઉ
જો વળગુ હું તો માતા હવાર પડવા રે નઈ દઉં

હા જોઈ લ્યો ને તમે જુના ચોપડા
દેવી ઓના ઇતિહાસ ઉજળા
હે માથે જેના માં એ હાથ રે મેલ્યા
કદી ના આવે એના દાડા દુબળા

હે હાથમાં લીધા ઘઉં ચોખ્ખે ચોખ્ખું કઉ
હાથમાં લીધા ઘઉં ચોખ્ખે ચોખ્ખું કઉ
વેણ બોલે મારી માતા ખોટું થવા રે નઈ દઉં
હે વેણ બોલે મારી માતા ખોટું થવા રે નઈ દઉં

હો ભાણા માં નથી લીધું ઘી કદી ચમચી
તોયે મેં દીવો કરી માતા છે પૂજી
હો મારી માતા છે જોને પ્રભુ રે વાળી
મારો ન્યાય લાવશે માં હોડે હોડ ઓણી

હો રોજ ઢાળજે ઘેર પાટ રે તારા
વાગે ડાકલા ને આવે રે માતા
હે છૂટા જટીએ ધૂણે બૈરાં રે તારા
ગામે ગામ થાશે વાતો ના રે વાવટાં

હે પેઢીએ ઉધઈ તણાઈ દઉં
દુબળો વેપાર નહિ કરું
પેઢીએ ઉધઈ તણાઈ દઉં
દુબળો વેપાર નહિ કરું

વેણ બોલે મારી માતા ખોટું થવા રે નઈ દઉં
હો વેણ બોલે મારી માતા ખોટું થવા રે નઈ દઉં

હો અમે વિશ્વાસ રાખ્યો તો તમે દગા રે રમ્યા
અડધી રાતે અમે ઉચાળા ભર્યા તા
હો પાપ ના તારા હવે ઘડા રે છલક્યા
વાવેલું વાઢવા ના દાડા રે આવ્યા

હો મારી માતા તો ચોય ગોમ નથી જઈ
ખોટું કરશો તો જોઈ રહેશે નહિ ભઈ
એ છોની છોની વારી માતા વળશે નહિ ભઈ
પોંચ પચી ભેળા કરવા પડશે ભઈ

હે હાતે હાત ઘેર હું તાળા મારી દઉં
મેલી રે વિદ્યા માં હું પાછી નહિ પડું

વેણ બોલે મારી માતા ખોટું થવા રે નઈ દઉં
એ હાથ માં લીધા ઘઉં ચોખ્ખે ચોખ્ખું કઉ
હાથમાં લીધા ઘઉં અલ્યા ચોખ્ખે ચોખ્ખું કઉ
વેણ બોલે મારી માતા ખોટું થવા રે નઈ દઉં

હે વેણ બોલે મારી માતા ખોટું થવા રે નઈ દઉં
એ વેણ બોલે મારી માતા ખોટું થવા રે નઈ દઉં

હો ઓ માં કે કેહવત માં કીધું સ
માં એ માં બીજા વગડા ના વા
એટલ જૂની કેહવત કીધી હોય
કે મન માર તોય તું તારે તોય તું
માં સિવાય બીજી વાત ના હોય તો

હે અર્જુન ની બોણ નું નિશાન જેમ
માછલી ની ઓંખ હતી
ઈમ તમારું નિશાન મારી માં ઉપર હશે
કે મારી માં તું કરે ઈ ખરું તો
નક્કી આજ નઈ તો કાલ સોના નો સુરજ ના ઉગાવું તો

તે ના વિચાર્યું હોય ના ધાર્યું હોય
ઈના કરતાંય જબરું મારી માતા મલાવશે

એ ઓબો વાવો એટલે કેરી ખાવા મલ
ધીરજ ના ફળ મેઠા હોય દેરા
તું ધીરજ રાખજે થોડું ખમજે
થોડી રાહ જોઈ લેજે
એક દાડો એવો ના લાવું તો

એ ખરા બપોર ના 3 વાગે તું મન હંભાળ
રાતના 4 વાગે હંભાળ ને તારા માટે
ખબરું ના લેવા આઉં તો હું તારી માતા નઈ
મારો માને બાપ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.