X

આવું ના કરાય વ્હાલા આવું ના કરાય | Aavu na karay vhala aavu Lyrics

આવું ના કરાય
આવું ના કરાય વ્હાલા આવું ના કરાય
આવું ના કરાય કાના આવું ના કરાય
પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય
પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય
આવું ના કરાય વ્હાલા આવું ના કરાય
આવું ના કરાય કાના આવું ના કરાય

મનના મંદિરીયામાં મૂર્તિ તમારી
તમે મારા ચિતડાના ચોર
કાયમ તું અમને એવું કેતો કનૈયા
તમે મારા કાળજાની કોર
તમે કાળજાની કોર
વિસરી ના જવાય
આમ વિસરી ના જવાય વ્હાલા વિસરી ના જવાય
વિસરી ના જવાય કાના વિસરી ના જવાય
પ્રાણથી એ પ્યારા આમ ભુલી ના જવાય
પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય
આવું ના કરાય કાના આવું ના કરાય
આવું ના કરાય વ્હાલા આવું ના કરાય

રુદિયાની વાતો આ રુદિયામાં રહી ગઈ
તમ વિના કોને વાય
પ્રીતિ પુરવની
પ્રીતિ ભવ ભવની
ભુલી કાના કેમ રે ભુલાય
આમ છોડી ના જવાય
આમ છોડી ના જવાય વ્હાલા છોડી ના જવાય
છોડી ના જવાય કાના છોડી ના જવાય
પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય
પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય
આવું ના કરાય વ્હાલા આવું ના કરાય
આવું ના કરાય કાના આવું ના કરાય

કવિ કૈદાન કે તું કરુણાનો સાગર
કેમ થયો આવો રે કઠોર
રાધાજી જુવે જુવે છે તારી વાટડી
માધવ મનડાના મોર
માધવ મારા મનડાના મોર
ધીરજ ના ધરાય
હવે ધીરજ ના ધરાય વ્હાલા ધીરજ ના ધરાય
ધીરજ ના ધરાય વ્હાલા ધીરજ ના ધરાય
પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય
પ્રાણથી એ પ્યારા આમ ભૂલી ના જવાય
આવું ના કરાય વ્હાલા આવું ના કરાય
આવું ના કરાય કાના આવું ના કરાય.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.