X

તારા થી મારી સાંજ સવાર TARA THI MARI SANJ SAVAR LYRICS | KAJAL MAHERIYA

તને જોઉં તો સવાર તારાથી મારી સાંજ
હો તને જોઉં તો સવાર તારાથી મારી સાંજ
રાત દિવસ હોઠો પર તમારું જ નામ

તારા પ્રેમ નો કમાલ દિલ પૂછે છે સવાલ
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર

મારી પહેલી દુઆ ને આખરી ઉમ્મીદ
તારી સાથે બાંધી મેં જન્મો ની પ્રિત
હો દિલ કઈ ના બીજું માંગે મળી ગયો તારો પ્યાર

હો દિલ કઈ ના બીજું માંગે મળી ગયો તારો પ્યાર
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર

તમને મળ્યા પછી લાગ્યું હતી કમી તમારી
મને માની પોતાની મારી જિંદગી સવારી
હો રગ રગમાં મહોબ્બત નો રંગ લગાવી
વેરણ હતી જે રાતો હવે સપને સજાવી

મારા દિલ ના ધબકાર સજ્યા સોળે શણગાર
રાત દિવસ આવે તમારા વિચાર
હો મને મીઠી મીઠી લાગે વાલમ તમારી વાત

હો મને મીઠી મીઠી લાગે વાલમ તમારી વાત
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર

હો મારા શ્વાસ માં તમે રહેજો સંગાથ માં
મારા ગીત સંગીત ને મારી વાત માં
હો જેવા તમે છો એવા કાયમ રહેજો
થાય કોઈ ભૂલ તો અમને માફ કરજો

હો બન્યા જીવનસાથી ફળયા મારા ઉપવાસ
હમણાં મળ્યા અને બની ગયા ખાસ
હો મને પ્રેમ કરવા માટે પિયુ તમારો આભાર

હો મને પ્રેમ કરવા માટે પિયુ તમારો આભાર
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર
કેવો જાદુ કરી ગયા કહો ને મારા યાર

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.