Ek Tali Na Garba - એક તાળી ના ગરબા

Ek tali na garaba, Collection of ek taali garba lyrics. Are you a professional gujrati singer? you may find this useful page for performing all EK TALI GARABA with it’s LYRICS on stage. Navaratri 2023 Special Garba Collection. ગુજરાતી સિંગરો માટે એક તાલી ના ગરબાઓ નું કલેશન. Gujratilyrics.com is official website for all gujrati singers. 1 Step Gujarati Garba Lyrics Collection. Ek Taali Garba also know as Do Tali Garaba or Be Tali Garaba.

શ્રી ગણપતિનો ગરબો – દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારૂ

દુંદાળા દેવ વિઘ્નહરણ લંબોદર નામ તમારૂ,

સહુ કરતા સેવ સુધબુધના સ્વામીને ચરણે લાગુ

(૧)
ગજમુખ સન્મુખનાં છો સ્વામી,
ઘણુ રૂપ દીસે ન મળે ખામી,
દુઃખડા ટાળો અંતર્યામી…
દુંદાળા દેવ.

(ર)
મુખડું સિંદુરથી છે રાતું,
લાડુ લઈ સૂંઢ વડે ખાતુ
તારૂ રૂપ દિસે છે મદમાતુ…
દુંદાળા દેવ.

(3)
તારે ચાર ભુજા છે રૂપાળી,
કમંડળ ફરશી અંકુશવાળી,
ચોથે કર પંકજની જયમાળા…
દુંદાળા દેવ.

(૪)
મસ્તક મુગટે હીરા ઝળકે,
કાને મુક્તાફળ બે લટકે,
ભાલ તિલક શીર્ષ સુંદર લળકે…
દુંદાળા દેવ.

(૫)
તારે વાહન ઉંદર રૂપાળુ,
તે દીસે કાજળ સમ કાળુ,
બહુ વ્હાલું… દુંદાળા દેવ.
તને હૃદય કમળમાં બહુ વ્હાલું…

(૬) રિધ્ધિ સિધ્ધિ છે હો નારી,
તે ક્ષેમકુશળની કરનારી,
જેની વાણીથી સરસ્વતી હારી…
દુંદાળા દેવ.

(૭)
ભટ્ટ વલ્લભ સેવક છે તારો,
તેને કરીને બાંય ઝાલો… પા
દુંદાળા દેવ.

અમે મહિયારા રેગોકુળ ગામના
મારે મહિ વેચવાને જાવાં ॥ મહિયારા રે

મથુરાનેવાટેમહિ વેચવાનેનીસરી
નટખટ એનંદકિશોર માગેછેદાણજી
ઓમારેદાણ લેવાનેદેવાં ॥ મહિયારા રે

માવડી જશોદાજી કાનજીનેવારો
દુખડાં દીએહજાર નંદજીનો લાલો
હેમારેદુખ સેહવાનેકેવાં ॥ મહિયારા રે

નરસૈયાંનો નંદકિશોર લાડકયોકાનજી
ભૂલાવેભાન સાન ઉંઘેથી જગાડતો
હે નિર્મળ હૈયાંની વાત કહેવાં ॥ મહિયારા ર

તમે ઝૂલો તો તમને ઝુલાવુ મોરી મા (૨),
હૈયામાં બાંધ્યો હીંચકો

તમે હીંચો તો તમને હીંચાવુ મોરી મા(૨),
હૈયામાં બાંધ્યો હીંચકો

હૈયાનાં હિંચકે ન મખમલ ગાલીચા,
મણી નથી, મોતી નથી, દિલના છે દીવડા,

ખાલી ભક્તિનું (૨)
આસન બિચ્છવું મોરી મા,
હૈયામાં બાંધ્યો હીંચકો …

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,

એના કિરણો રેલાય છે આભ માં,
આભ માં, આભ માં….

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

સોના નું બેડું મારું રૂપાની ઈંઢોણી
બેડલું લઇ ને હૂતો, પાણીડા ગઈ તી,

સોના નું બેડું મારું રૂપાની ઈંઢોણી
બેડલું લઇ ને હૂતો, પાણીડા ગઈ તી,

હો કાનો આવી મારી પુઠે સંતાતો ચોરી
મારું મુખડું શરમ થી લાજે રે ,
લાજે રે ,લાજે રે ….

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
એના કિરણો રેલાય છે આભ માં,
આભ માં, આભ માં….

શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે

માં તું ચૌદ ભુવન મા રેહતી,
માં તું ચૌદ ભુવન મા રેહતી,ઉંઢળ માં આભ લેતી,

છોરુંડા ને ખમ્મ કહેતી,
છોરુંડા ને ખમ્મ કહેતી મારી, મોગલ માળી.

લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માળી.
લળી લળી પાય લાગું…..

આ દી તે આઇ આવો…
આ દી તે આઇ આવો, દર્શન રૂડા દિખાવો,
આ દી તે આઇ આવો, દર્શન રૂડા દિખાવો,
હૈયા ને હરખાવો મારી,
હૈયા ને હરખાવો મારી, મોગલ માળી.

લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માળી.
પ્રેમે થી પાયે લાગું, આશિષ આજ માંગુ મારી, મોગલ માળી.

મોગલ છે દેવ એવી…
મોગલ છે દેવ એવી, સુર નાગ નારે સેવી,
તને કેવડીક ,કહેવી મારી મોગલ માળી.

લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માળી.
પ્રેમે થી પાયે લાગું, આશિષ આજ માંગુ મારી, મોગલ માળી.

લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માળી.

હે મુને એકલી મેલી ને રમે રાસ
રંગીલા રાજા , હવે નહિ આવું તારી પાસ
રંગીલા રાજા , હવે નહિ આવું તારી પાસ (2)

મન ની માનેલી તને , મેલું કેમ એકલી
વ્હાલી લાગે છે મુને રાધા રૂપેરી
વ્હાલી લાગે છે મુને રાધા રૂપેરી

હે મારા તન મન માં , હો માર તન મન માં…
હે મારા તન મન માં તારો રે આવાસ ,
રંગીલા રાજા , હવે નહિ આવું તારી પાસ (2)

હે મુને એકલી મેલી ને રમે રાસ
એકલી મેલી ને રમે રાસ,
રંગીલા રાજા , હવે નહિ આવું તારી પાસ
રંગીલા રાજા , હવે નહિ આવું તારી પાસ (2)

અરે નંદનો કિશોર , આતો નીકળ્યો ચોર,
મેતો માન્યો તો મોર , આતો હરાયો ઢોર
મેતો માન્યો તો મોર , આતો હરાયો ઢોર,
હે મારે નથી જવું ,
હો મારે નથી જવું , એની પાસ,
રંગીલા રાજા , હવે નહિ આવું તારી પાસ (2)

હે મુને એકલી મેલી ને રમે રાસ
એકલી મેલી ને રમે રાસ,
રંગીલા રાજા , હવે નહિ આવું તારી પાસ
રંગીલા રાજા , હવે નહિ આવું તારી પાસ (2)

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો
હે મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો

આખા રે મલક નો મણીગર મોહન
એક નાની સી ગાંઠે બંધાયો, જશોદાનો જાયો

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો
હે મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો

એવો રે બાંધું કે છૂટ્યો ના છૂટે
આંખ્યું ના આંસુ ભલે ખૂટ્યા ન ખૂટે (2)
આજ છેક નાથ હાથ મારે આવ્યો, જશોદાનો જાયો

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો
હે મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો

મારે કાંકરિયું ને મટકી ફૂટે
મારગ આવી ને મારા ,મહિલા નિત લૂંટે
મને લૂંટતા એ પોતે લુંટાયો, જશોદાનો જાયો

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો
હે મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો

સંગ વિના આખું આકાશ લટકાવ્યું
મહી ચંદ્ર સુરજ તારા નું તોરણ ટીંગાવ્યું
સૌને ટીંગાવતો નટખટ એ લાલ મારા પાલવની કોરે ટીંગાયો

મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો
હે મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો

પાણી ગ્યાં’તાં રે

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

ચોરે બેઠા રે બેની, મારા સસરાજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

લાંબા તાણીશ રે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

ડેલીએ બેઠા રે બેની, મારા જેઠજી રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

સરડક તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
હળવી હળવી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

મેડીએ બેઠો રે બેની, મારો પરણ્યો રે,
કેમ કરી ઘરમાં જઇશ? બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

આછા તાણીશરે બેની, મારા ઘૂંઘટા રે,
રૂમઝૂમ કરતી જઇશ, બેડાં મારાં નંદવાણાં રે … પાણી …

પાણી ગ્યાં’તાં રે, બેની અમે તળાવનાં રે,
પાળેથી લપસ્યો પગ, બેડાં મારાં નંદવાણાં રે.

મારી શેરીએથી કાનકુંવર

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ.
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.
મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ
મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ
મીઠી તે મોરલી વગાડતા રે લોલ

માથે મટુકડી..

માથે મટુકડી મહીની ઘોળી
હું મહીયારણ હાલી રે ગોકુળમાં
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

સાંકડી શેરીમાં મારા સસરાજી મળીયા મુને
લાજો કાઢ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

સાંકડી શેરીમાં મારા જેઠજી મળીયા મુને
ઝીણું બોલ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

સાંકડી શેરીમાં મારા સાસુજી મળીયા મુને
પાયે લાગ્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

સાંકડી શેરીમાં મારા પરણ્યાજી મળીયા મુને
પ્રીત કર્યાની ઘણી હામ રે.. ગોકુળમાં,
હો મારા શ્યામ મુજને હરિ વાલા..

આજ સુધી હુ રાધા હતી…

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા
આજ સુધી તુ શામ હતો પણ રાધા વીનાનો શામ..
હવે હો… હો…. તુ… હુ…
(થઈ ગયા રાધે શામ…)-(2)
હે…. સાચુ પડ્યુ જાણે સમણુ મારુ
થઈ ગયુ મારુ કામ
(થઈ ગયા રાધે શામ…)-(2)
હો….ઓ…..
મીરા થઈ ને નાચુ,
પુર્તિ થઈને વાંચુ,
શમણામાં તુજને ભાળીને
શમણામાં હુ રાચુ..
હે… મનથી મનમે જોડી દીધુ માણીગરનુ નામ..
(થઈ ગયા રાધે શામ…)-(2)
હો….ઓ…..
તારી ચુદડી ઓઢીશ માથે..
તારો ચુડલો પહેરીશ હાથે..
ભાલ કંકુની ટીલડી કરી જનમો જનમ સાથે..
હે… તુ વનરાવન, તુ છે મથુરા, તુ ગોકુળિયુ ગામ..
(થઈ ગયા રાધે શામ…)-(2)
આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા..
આજ સુધી હુ શામ હતો પણ રાધા વીનાનો શામ..
હવે હો… હો…. હુ તુ
(થઈ ગયા રાધે શામ…)-(2)

પંખીડા રે ઉડી જાજો

પંખીડા ……. ઓ પંખીડા …… પંખીડા ……. ઓ પંખીડા
પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે,
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે રમે રે.

પંખીડા ……. ઓ પંખીડા …… પંખીડા ……. ઓ પંખીડા

ઓલ્યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે

પંખીડા ……. ઓ પંખીડા ……… પંખીડા ……. ઓ પંખીડા

ઓલ્યા ગામના મણિયારા વીરા વેલા આવો રે
મારી મહાકાળીને માટે રૂડા ચૂડલો લાવો રે
સારા લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે.

પંખીડા ……. ઓ પંખીડા ……… પંખીડા ……. ઓ પંખીડા

ઓલ્યા ગામના સોનીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા ઝાંઝર લાવો રે
સારા લાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે

પંખીડા ……. ઓ પંખીડા ……… પંખીડા ……. ઓ પંખીડા

ઓલ્યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
સારાલાવો, સુંદર લાવો, વ્હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે.

પંખીડા ……. ઓ પંખીડા ……… પંખીડા ……. ઓ પંખીડા

ઓલ્યા ગામના વાણીડા વીરા વ્હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
સારી લાવો, સુંદર લાવો, વહેલા આવો રે
મારી મહાકાળી જઇને …………

પંખીડા ……. ઓ પંખીડા ……… પંખીડા ……. ઓ પંખીડા

મારા તે ચિત્તનો ચોર

વેરણ થઈ ગઈ રાતડી
રહેતી આંખ ઊદાસ
સપના પણ પહોંચ્યા સખી
મારા સાંવરીયાની પાસ

મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો [૨] હે…..
જેવો રાધાને નંદનો કિશોર એવો મારો સાંવરિયો
મારા તે ચિત્તનો…

જમુના તીરે જઈ ભરવા હું નીર ગઈ
પ્રીતીની વાદળી વરસી
હૈયાની હેલ મારી છલકાવે છેલ
તોયે હુ રહી ગઈ તરસી
હે……
તનડું ભીંજાય તોયે રોમ રોમ લ્હાય
મારા નટખટનાં નેણ છે નઠોર
એવો મારો સાંવરિયો
મારા તે ચિત્તનો……

મીઠડે મોરલી તે કાને તેડાવી મને
તેનાંતે સૂરમાં સાંધી
મોંઘેરા મનનાં વનરાતે વનનાં
ફૂલોનાં હાર થી બાંધી
હે….
લંબાવી હાથ એની વાવડીની સાથ
જોડે મારા પાલવી કોર
એવો મારો સાંવરિયો
મારા તે ચિત્ત….

જોયા ના તારલા જોઈ ના ચાંદની
જોઈ ના કાંઈ રાતરાણી
ચઢતુ’તુ ઘેન અને હટતી’તી રેન
એવી વાલમની વાણી
હે..
ભૂલી’તી ભાન રહ્યું કઈએ ના સાન
ક્યારે ઊગી ગઈ આભમાં ભોર
એવો મારો સાંવરિયો
મારા તે ચિત્તનો ચોર….

ગોકુળિયે ગામ નહી આવું

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે
ગોકુળિયે ગામ નહી આવું રે

જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે
મુરલીની તાન નહીં લાવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે

જમુનાનાં તીરે તમે ઊભા તો એમ જાણે
ઊભો કદંબનો ઘાટ
લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ
અધૂરી રઈ ગઈ વેદનાની વાટ
ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ કહી દો કે
શમણાંને સાદ નહી આવું [3] ગોકુળિયે ગામ નહીં આવું રે

આટલી અધીરતા જવામાં કેમ
જરા એક નજર ગાયો પર નાખો
આખરી વાર તો કોઈ મટુકીમાં બોળીને
આંગળીનું માખણ તો ચાખો
એકવાર નીરખીને ગામ પછી કહી દો કે
પાંપણને પાન મહી આવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે

માએ ગરબો કોરાવ્યો Lyrics in Gujarati

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…

ગાગરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચંદ છે સાથે રૂપલે મઢી રાત
જોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગ
તમે જોગનીયો સંગ
કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…

ચારે જુગના ચૂડલા માનો સોળે કળાનો વાન
અમ્બાના અણસારા વીના હલે નહી પાન
માના રૂપની નહી જોડ, એને અમવાના છે કોડ
માની ગરબા કેરી કોર
કે માએ ગરબો ચલાગ્યો ચાચર ચોકમા રે
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…

નવલા તે આવ્યા માનાં

નવલા તે આવ્યા માનાં નોરતા,
ને નવ દહાડા, રૂડી નવરાત આવ્યા નોરતાં,
સ્થાપન કરાવું કોરો કુંભ ભરાવું,
જ્વારા વવરાવું માના પૂજન કરાવું.
મારી શેરીએ ફૂલડાં વેરાવો કે,
રંગોળી પુરાવું કે રંગોળી પુરાવું. આવ્યા નોરતાo
સોનાનો ગરબો રૂપલા ઈંઢોણી,
રાસે રમવાને આવો રન્નાદે રાણી,
કહો તો રઢિયાળા રાસ રચાવું કે,
માંડવો સજાવું કે માંડવો સજાવું. આવ્યા નોરતાંo
રૂડા રમવાને રાસ આવ્યાં અલબેલી માત,
ઘૂમી ગરબાને ગાય, વાગે ઝાંઝરિયા પાય,
શો લહેકો ને શું એનું ગાવું કે,
ત્રિભુવન ડોલાવ્યું ત્રિભુવન ડોલાવ્યું. આવ્યા નોરતાંo
મુખ મીઠું મલકાય ઝાંખો ચાંદલીયો થાય,
માનો પાલવ લહેરાય ચંદા ચોકે પછરાય,
જીતુ જોતામાં ભાન ભૂલી જાઉં કે,
ફૂલ્યો ન સમાઉં કે ફૂલ્યો ન સમાઉં. આવ્યા નોરતાંo

ઊંચા નીચા રે

ઊંચા નીચા રે માડી તારા ડુંગરા રે લોલ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

પહેલો પત્ર રે પાવાગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી કાળકા માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

બીજો પત્ર રે આબુગઢ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી અંબા માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

ત્રીજો પત્ર રે શંખલપુર મોકલ્યો રે લોલ,
કે દેજો મારી બહુચર માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

ચોથો પત્ર રે આરાસુર મોકલ્યો રે લોલ,
કે દેજો મારી આરાસુરી માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

પાંચમો પત્ર રે અમદાવદ મોકલ્યો રે લોલ,
કે દેજો મારી ભદ્રકાળી માને હાથ;
કે ગરબે રમવા આવજો રે લોલ. ઊંચા નીચા રે

હે , હે , હોઓ,
થનગનતો આ મોરલો , એની પરદેશી છે ઢેલ,
ખમ્મા રે વાલમજી મારા , ખરો કરાવ્યો મેળ,
રે…. ખરો કરાવ્યો મેળ,

ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.

રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,

રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,
આખો માંડી ને જુએ ગામ…
હે , ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.

પિશ્ચમ ના રાધારાણી, પૂરબ નો કાનુડો,
કેવી આ હંસલા ની જોડ રે………
નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને ,
ખાતા મીઠા એના બોર રે.

પિશ્ચમ ના રાધારાણી, પૂરબ નો કાનુડો,
કેવી આ હંસલા ની જોડ રે………
નવરંગી રાતું માં રુમેઝુમે બેલડી ને ,
ખાતા મીઠા એના બોલ રે.
રાધાનું તનડું નાચે મનડું નાચે, કાન્હા ની મોરલી ,
ભુલાવે જોને સહુના ભાન,

ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.

ગોરી ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.
ગોરી રાધા ને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન.

રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,

રાધા નું રૂપ છે , કાનુડાની પ્રીત છે, જગની રીત નું શું કામ,
આખો માંડી ને જુએ ગામ…

 

 

હે કાન્હા ,કાન્હા ,
હૈ રંગે ચંગે જુવાન હૈયા
રંગ જમાવે મનગમતા
હૈ ફેર ફરન્તા ઘેર ઘુમન્તા
જોબનવંતા થનગનતાં
જીરે થનગનતાં
હૈ છમ છમ કરતા તારલિયા આ
નવલી રાતે ચમકંતા
હૈ ખેલ કરંતા સહેલ કરંતા
રાસ રમંતાં ખેલંદા જી રે
રાસ રમંતાં ખેલંદા જી રે
રાસ રમંતાં ખેલંદા જી રે

ભીડભંજની

શ્યામા સાંભળજો સાદ ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….
અંબા અનાથોના નાથ ભીડભંજની
હેમ હિંડોળે હીંચતી રે….
હીંચકે આરાસુરી માત ભીડભંજની
સખીઓ સંગાથે ગોઠડી રે….
આવી આઠમની રાત ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે

સર્વે આરાસુરી ચોકમાં રે….
આવો તો રમીએ રાસ ભીડભંજની
એવે સમે આકાશથી રે….
આવ્યો કરુણ પોકાર ભીડભંજની
કોણે બોલાવી મુજને રે….
કોણે કર્યો મુને સાદ ભીડભંજની
મધ દરિયે તોફાનમાં રે….
માડી ડૂબે મારું વ્હાણ ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….

કીધી કમાણી શું કામની રે
જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડભંજની
વાયુ ભયંકર ફૂંકતો રે….
આ વેરી થયો વરસાદ ભીડભંજની
પાણી ભરાણાં વ્હાણમાં રે….
એ કેમ કાઢ્યા જાય ભીડભંજની
આશાભર્યો હું તો આવિયો રે….
વ્હાલા જોતાં હશે વાટ ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….

હૈયું રહે નહિ હાથમાં રે….
આજ દરિયે વાળ્યો દાટ ભીડભંજની
મારે તમારો આશરો રે….
આવો આવોને મોરી માત ભીડભંજની
અંબા હિંડોળેથી ઊતર્યાં રે….
ઊતર્યાં આરાસુરી માત ભીડભંજની
સખીઓ તે લાગી પૂછવા રે….
તમે ક્યાંરે કીધાં પરિયાણ ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….

વાત વધુ પછી પૂછજો રે…
આજ બાળ મારો ગભરાય ભીડભંજની
ભક્ત મારો ભીડ પડિયો રે….
હવે મારાથી કેમ ખમાય ભીડભંજની
કેમ કરી નારાયણી રે….
સિંહે થયા અસવાર ભીડભંજની
ત્રિશૂળ લીધું હાથમાં રે….
એવું તાર્યું વણિકનું વ્હાણ ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે…

એવું અમારું તારજો રે….
માતા છો દીનદયાળ ભીડભંજની
ધન્ય જનેતા આપને રે….
ધન્ય દયાના નિધાન ભીડભંજની
પ્રગટ પરચો આપનો રે….
દયા કલ્યાણ ગુણ ગાય ભીડભંજની
ભીડ સેવકની ભાંગજો રે….
આ સમરે કરજો સહાય ભીડભંજની
અંબા અભયપદ દાયિની રે….
અંબા અભયપદ દાયિની રે….

કુમકુમના પગલાં

કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

માડી તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર
દીપે દરબાર, રેલે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
થાયે સાકાર, થાયે સાકાર
ચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં
મનડાં હારોહાર હાલ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
થોડી લગાર, થોડી લગાર
સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તારલિયા ટમ ટમ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ
તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ
પરચો દેજે હે માત, કરજે સૌને સહાય
માડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસ
ગુણનો હું દાસ, ગુણનો હું દાસ
માડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાં
દર્શનથી પાવન થયાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
એક તારો આધાર, તારો દિવ્ય અવતાર
સહુ માનવ તણા માડી ભવ તું સુધાર

તારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહાર
કરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પાર
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર
માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું
નમી નમી પાય પડું રે
માડી તારા આવવાના એંધાણ થયાં

કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં

ઝૂલે ઝૂલે છે ગબ્બર

ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે
માને ઝૂલે તે ઝૂલવાની હોંશ ઘણી
ભક્તો ઝૂલાવે ખમ્મા મા ખમ્મા કહી
ભક્તો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને દરવાજે નોબત ગડ ગડે
વળી શરણાયુંના સૂર સાથે ભળે
રાસ મસ્તીના સૂર સંભળાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માએ સોળ આભૂષણ અંગે ધર્યાં
ભાલે કુમકુમ કેસરના અર્ચન કર્યાં
હાથે ખડગ ત્રિશુલ સોહાય, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માને તેજે ભાનુ દેવ ઝાંખા પડે
બ્રહ્મા, વિષ્ણુ, સદાશીવ જેવા ભજે
માની સૌ દેવો આરતી ગાય, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માજી ચાલે ત્યાં કુમકુમનાં પગલાં પડે
માજી બોલે ત્યાં મુખડેથી ફૂલડાં ઝરે
ભક્તો જોઈને વિસરે ભાન, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

માના સોના-હીંડોળે રત્નો જડ્યાં
માએ સાચાં મોતીના તોરણ બાંધ્યાં
મહીં ઝળકે છે તેજ અપાર, અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

આજ શોભા આરાસુરની નવલી બની
આવો આવો સૌ નર નારી સાથે મળી
ગરબો ગાયે ને મા ખુશી થાય અંબા ઝૂલે છે
ઝૂલે ઝૂલે છે ગબ્બરની માત અંબા ઝૂલે છે

રૂડે ગરબે રમે દેવી

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
પાય વાગે છે ઘૂઘરીના ઘમકાર રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

આકાશમાંથી સૂર્ય જોવા આવીયા રે લોલ
સાથે દેવી રન્નાદેને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

આકાશમાંથી ચંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી રોહિણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી ઈન્દ્રાણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

સ્વર્ગમાંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ
સાથે દેવી લક્ષ્મીજીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

બ્રહ્મલોકમાંથી બ્રહ્મ જોવા આવીયા રે લોલ
સાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

પાતાળમાંથી શેષ નાગ આવીયા રે લોલ
સાથે સર્વે નાગણીઓને લાવીયા રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ

રંગે રમે આનંદે રમે

રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે
આદિત્યે આવિયા અલબેલી મંડપમાં મતવાલા રે ભમે
રંગે રમે આનંદે રમે રે, આજ નવદુર્ગા રંગે રમે

સોળ શણગાર માને અંગે સુહાવે હીરલા રતન માને અંગે સમે
આજ નવદુર્ગા રંગે રમે

મંગળવારે માજી છે ઉમંગમાં ચાચર આવીને ગરબે રમે
આજ નવદુર્ગા રંગે રમે

બુધવારે માજી બેઠા વિરાજે રાસ વિલાસ માએ ગાયો છે
આજ નવદુર્ગા રંગે રમે

ગુરુવારે મા ગરબે રમે છે ચંદન પુષ્પ તે માને ગમે
આજ નવદુર્ગા રંગે રમે

શુક્રવારે માજી ભાવ ધરીને હેતે રમે તે માને ગમે
આજ નવદુર્ગા રંગે રમે

શનિવારે મહાકાળી થયા છે ભક્ત ભોજન માને ગમતા જમે
આજ નવદુર્ગા રંગે રમે

વલ્લભ કહે માને ભાવે ભજો ને રાસ વિલાસ ગાયો સૌએ અમે
આજ નવદુર્ગા રંગે રમે

error: Content is protected !!