X

Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni Lyrics | RAKESH BAROT

હે મહેમાનગતિ જ્યોતો હું ભાઇ ભાધં હારે ઓટો
એ ઘર માં દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો
એ કાળજા કકળી ઉઠ્યા જોયી દીવાલ માથે ફોટો
એ હું જોતો તો ફોટો એ તો ભરી ને આયી લોટો

હે બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
હે બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
હે બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ એ તો ખાખ ની

એ ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ હાવ ખાખ ની
એ જરૂર હતી જીવનભર માટે મારા એના સાથની
ચમ જતી રઈ ગોંડી ખબર ના પડી એ વાત ની

હે પછી મહેમાનગતિ જ્યોતો હું ભાઇભાધં હારે ઓટો
ઘર માં દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો
કાળજા કકળી ઉઠ્યા જોયી દીવાલ માથે ફોટો
હું જોતો તો ફોટો એ તો ભરી ને આયી લોટો

હે રૂબરૂ આયી નજારો મળી મળી આંખ આંખ થી
ઓ રૂબરૂ આયી નજારો મળી મળી આંખ આંખ થી
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ હાવ ખાખ ની
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ હાવ ખાખ ની

હો એના મારા વચ્ચે આડો હતો પાણી નો લોટો
હૈયું ચડ્યું હીબકે નજરે ભમતો ફોટો
એ રોવું રોવું થઇ જ્યો પણ રોતો ના લાગુ હારો
ખભે હાથ કોક નો ફોટા માં પ્યાર મારો

એ ધરતી મારગ આલેતો હાલ સમાઈ જઉં
ઘરમાં એના ચા પીવા ચમ કરીને રઉ
એ ધરતી મારગ આલેતો હાલ સમાઈ જઉં
ઘરમાં એના ચા પીવા ચમ કરીને રઉ

એ મને કરતી તી વાતો ફોનમાં અડધી અડધી રાત ની
હો મને કરતી તી વાતો ગોડી અડધી અડધી રાત ની
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ આતો ખાખ ની
ખુલી મુઠી ને ખબર પડી થઇ જઈ આતો ખાખ ની

હો પોપણ પલળી જ્યો રૂમાલ કર્યો આંખ આડો
બાર જવું એમ બોનું કરી મોન્ડ મોન્ડ નીકળ્યો
ઓ ગોમ ના છેવાડે પોચી હીબકે હીબકે રોયો
જીવ કેનારી જતી રઈ મેં પ્યાર મારો ખોયો

હે રાખતો એની નાની નાની વાતો નું હું ધ્યાન
પૈણી એ તો પારકા હારે કરી ના મને જોણ
રાખતો હતો નાની નાની વાતો નું હું ધ્યાન
પૈણી એ તો પારકા હારે કરી ના મને જોણ

એ બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
હો બોધી મુઠી હતી લાખની મારી બોધી મુઠી હતી લાખની
કરમ ની ખુલી ચિઠ્ઠી મારી થઇ જય હાવ ખાખ ની
કરમ ની ચિઠ્ઠી ખુલી મારી થઇ જય હાવ ખાખ ની
ખુલી મુઠી ને ખબર પડી અરે થઇ જઈ હાવ ખાખ ની

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.