X

સરસ્વતી સરદાને સમરીયે અને ગણપત લાગુ પાવ Lyrics in Gujarati

સરસ્વતી સરદાને સમરીયે
અને ગણપત લાગુ પાવ
હરે ભોળા સંતો ના ગુણ શબ્દો સાંભળી
મારી જીભલડી જસ ગાવે રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે

અકૃદ આવ્યા હરિને તેડવા
અને નંદને છૂટિયાં જવા
સર્વ ગોપીયો ટોળે વળી
રથ બેસી રવિ ઘેર હાલ્યા
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે

કારતક મહીને કલ ને વધાવ્યા
ને ના રહી શકી વરદ ની નાત
એટલા મા તાણા માણા થયા
ગયા હંસા ની હુ તો રહી હારી
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે

માક્ષર મહિનો મેલી ગયો
જય જો ને બેઠા જગદીશ
કોઈ સંદેશો લાવો મારા શ્યામનો
એના શરણે નમાવું શીશ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને

પોષ મહિનાની પ્રીતડી
અને થર થર કંપે શરીર
વાલા વિનાના થાલા મંદિર
હે થાલા તે મંદિર ગાવે રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
મારા દ્વારકા વાળા ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે

મા મહિનાની ટાઢડી
ને થર થર કંપે શરીર
હારે થાળ હતા તે જમી ગયા
વાલે થાલા તે થાળ ને મેળિયો ઠેલી
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને

ફાગણ ફાલ્યો ફૂલડે
ને રમતા રાઘવરાય
હરે વાલો ફરતા ફેર ફૂદડી
વાલા ને ફરકે છે જમણી બોઈ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
શામળિયા ગીરઘારી ઘરે આવો ને

ચૈત્ર મહિનો ચકુમીયો
પીપળે આવ્યા જોને પાન
એવો લગ્ન ગાળો આવ્યો
મારુ હરિ ભજવાનું મન
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે

વૈશાખ મહિને વન મોડિયા
મોડિયા દાડમ દ્રક્ષ
મારો ગોકુલ મથુરા માં ગોવાળિયો
વાલા ને ભાવે છે દાડમ દ્રક્ષ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને

જેઠ મહિને જાણિયું જગદીશ આવશે
અને વેગે આવશે વિઠ્ઠલ રાય
ચંદન ઘોળવું વાટકી
વાલા ને વેજળ ઘોળવું વાઈ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને

અષાડ મહિનો આવ્યો
ને મેહુલો કરે જાકમ જીક
અરે ચોધારી ચમકે જોને વીઝ
એવા મધુરા ટહુકે છે મોર
હરે મોર બપૈયા કિલોલ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે

શ્રાવણ વરસે સરવરે
અને નદીએ આવે નિર્મળ નીર
હરે કાનની ભીંજાણી પાવરી
રાણી રાધાના ભીનાજાના ચીર રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે

ભાદરવો ભેડી ગાંજ્યો
અને વર્ષિયો મુસળધાર
હરે તોયે ના આયા પ્રભુ
મારે સુભદ્રા ના વીર રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હવ મેલી ને

અરે અષો મહિના આવીયો
અને સહુને પુરી આશ
નરશી મહેતાનો સ્વામી શામળિયો
મારે વાલે રમાડીયા રાસ રે
મારે વાલે રમાડીયા રાસ રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે

કે બાર મહિના પુરા થયાને
આવ્યો જોને અધિક એવો માસ
હરે બારમાહિના તો ગાયા વીરદાસ
હરે બારમાહિના તો ગાયા વીરદાસ
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
મારા બાળા તે પણ ના બેલી રે
સિદ જવશો માયા ને હર મેલી ને
ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
મારે એક સંદેશો કેવો રે
મારે એક સંદેશડો કેવો રે વાલીડા

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.