X

હે કાના વ્રજ માં વેલો આય | He kana vraj ma velo aay Lyrics in Gujarati

હે કાના વ્રજ માં વેલો આય
ગોકુલ માં ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય
ગોકુલ માં ગમતું નથી રે

તારા વિના તારા વિના તારા વિના
મારુ મન લાગતું નથી રે
વાલા ગમતું નથી રે
વાલા ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય
ગોકુલ માં ગમતું નથી રે

ગાયો દોવા જાઉં મારુ મન
લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે
હો હો વાલા ગાયો દોવા જાઉં
મારુ મન લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે
તારા વિના તારા વિના
તારા વિના દૂધડાં કોઈ પીતું નથી રે
વાલા ગમતું નથી રે મને ફાવતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય

હો તલખે મારો જીવડો
જીવન આવતો નથી રે
ગાયો જોવે વાટ કાનો બોલાવતો નથી રે
હો તલખે મારો જીવડો
જીવન આવતો નથી રે
ગાયો જોવે વાટ કાનો બોલાવતો નથી રે
જમના કાંઠે જમના કાંઠે
જમના કાંઠે રાહડો હવે જામતો નથી રે
વાલા ગમતું નથી એ મને ફાવતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.