X

મને લઇ જાને તારી સંગાથ | Mane lai jane taari sangaath Lyrics

ઓ કાના ઓ હો કાના ઓ હો કાના ઓ કાના
ઓ કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના

મને લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હે વાલા આવે છે તારી બહુ યાદ
તારા વિના ગમતું નથી
હે મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા
લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી

નય ને નીંદરા ન આવે ઝબકી ને જાગતી
વેરણ વિરહ ની રાત
માંડ માંડ રે પડી છે પ્રભાત
પ્રભાત પ્રભાત આ આ
માંડ માંડ રે પડી છે પ્રભાત
તારા વિના ગમતું નથી
મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા
લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી

હો સૂનું વનરાવન ને ગાયુંનો ગોંદરો
સુનો યમુના નો ઘાટ
સૂના લાગે કદમ ના ઝાડ
તારા વિના ગમતું નથી
એ કાના
લઇ જા ને લઇ જા ને લઇ જા ને લઇ જા
લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી

કવિ કે’દાન કે રાધા હજુ નથી માનતી
આવું કરે નહિ મારો કાન
રાધા ઝૂરે છે દિવસ ને રાત
તારા વિના ગમતું નથી
મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા
લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.