X

Aaj Mare Mandavde Aavi Jaan Radhiyali Lyrics in Gujarati

આજ મારે માંડવડે આવી જાન રઢીયાળી લિરિક્સ ગુજરાતીમા

આજ મારે માંડવડે આવી જાન રઢીયાળી,
ખીલી સોળે કળાએ આજે લાડકડી,
આજ મારે…

વાલી બેનીના સમણા ફળીરે ગયા,
મનના માનેલા માણીગર મળીરે ગયા,
પ્રગટયા દિવડા બની રાત અજવાળી.
આજ મારે…

યુગો યુગોની આજે પ્રતિક્ષા ફળી,
જાણે સાગરને એની સરીતા મળી
ગાવો મંગળ ગીતડા સાહેલડી..
આજ મારે…

લાડો લાખેણો મોંઘેરા જાનૈયા,
લીધા પોખણા કર્યા હેતે સામૈયા,
હરખે હૈયા ને છલકે છે આખલડી
આજ મારે…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.