X

Aankh Mari Ughade Tya Desi Gujarati Bhajan Lyrics

આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું,
ધન્ય મારું જીવન કૃપા એની લેખું
આંખ મારી ઉઘડે…

રામકૃષ્ણ રામકૃષ્ણ શબ્દ ઉચ્ચારે.
હરિનો આનંદ મારે અંતરે આવે
આંખ મારી ઉઘડે…

રામાયણ ગીતા મારી અંતરની આંખો,
હરિએ દીધી છે મને ઊડવાની પાંખો
આંખ મારી ઉઘડે…

રામના વિચારો મારે અઢળક નાણું,
ગાવું મારે નિશદિન રામનું જ ગાણું
આંખ મારી ઉઘડે…

પ્રભુના ભક્તો મારે સગાને સંબંધી,
છૂટી ગ્રંથી તૂટી મારી માયાની બંધી
આંખ મારી ઉઘડે…

શુધ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી,
સહુ સંતો આશિષ સદા દેજો એવી
આંખ મારી ઉઘડે…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.