X

Ava Rasila Nain Vin Gujarati Bhajan Lyrics

એવા રસીલા નૈન વિણ
બીજે હ્રદય ઘવાય કયાં,
ઋણી બનીને આપના,
બીજે હવે જવાય કયાં

જો જો અમારી પ્રીતડી,
અંત સુધી નિભાવજો,
દ્વાર તમારું છોડી,
દિવાના દિલડાં જાય કયાં
એવા રસીલા નૈન

પ્યાસી તમારા પ્રેમના,
આવી ઉભાં છે બારણે,
પ્રેમ સુરા વિણ હે સનમ,
પ્યાસી હ્રદય ધરાય ક્યાં
એવા રસીલા નૈન

તારો હ્રદયમાં વાસ છે,
સર્વ સ્થળે પ્રકાશ છે,
ગેબી અવાજ થાય છે,
દ્વારે અથડાય કયાં
એવા રસીલા નૈન

જોયું જગે ફરી ફરી,
પાસે મળ્યા છો શ્રી હરી,
જ્ઞાની ગુરૂ મળ્યા વિના,
સત્તાર યોગ થાય કયાં
એવા સરીલા નૈન

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.