X

Bachpan Maru Sodhi Lavo Lyrics | Manhar Udhas | Aafrin Part – 1 (Gujarati Ghazal)

ઘરની સઘળી વસ્તુ મરી ગઈ
ઘરની સઘળી વસ્તુ મરી ગઈ
બહુ સુના છે ઘરના ખૂણા
શાંત ઉભા છે દ્વારના પરદા
બંધ પડ્યા છે મેજના ખાના
રોઈ રહ્યા છે સઘળા રમકડા

સ્વચ્છ પડેલી ભીંતો ઘરની
લાગે જાણે વિધવા થઇ ગઈ
બિસ્તર કેરી ચાદર જાણે
બાલ વિહોણી માતા થઇ ગઈ

આખો દી ઘર આખા ને
બસ માથે લઇ ને ફરતોતો
વસ્તુ ઘરની ઉલટી સીધી
અમથી અમથી કરતો તો

પેન લખોટી ચાકના ટુકડા
ખિસ્સા માહે ભરતો તો
જુના પત્તા રેલ ટીકીટને
મમતાથી સંઘરતો તો

કોઈ દિવસ મેં શોધી નોતી
તોયે ખુશીયો મળતી તી
લાદી ઉપર સુતો તોયે
આંખો મારી ઢળતી તી
મારી વાતો દુનિયા આખી
મમતાથી સાંભળતી તી

ખલખલ વેહતા ઠંડા જળમાં
છબછબીયા મેં કીધાં તા
મારા કપડા મારા હાથે
ભીંજવી મેં તો લીધા તા

સાગર કેરા ખારા પાણી
કંઇક વખત મેં પીધાતા
કોણે આવા સુંદર દિવસો
બચપણ માહે દીધાતા

સુના થયેલા ખૂણા સામે
વિહવળ થઇને નીરખું છું
શાંત ઉભેલા પડદાને હું
મારા ફરતે વીંટું છું

ઘરની સઘળી ભીંતો ને હું
હળવેથી પંપાળું છું
ખોવાયેલા વરસો ને હું
મારા ઘરમાં શોધું છું

ક્યાં ખોવાયું બચપણ મારું
ક્યાં ખોવાયું બચપણ મારું
ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સ્વપ્નો ની
દુનિયા પાછી લાવો

મોટર બંગલા લઇ લો મારા
લઇ લો વૈભવ પાછો
લઇ લો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા
મુજ ને પાછા આપો
મુજ ને પાછા આપો

પેન લખોટી ચાકના ટુકડા
મુજ ને પાછા આપો
મુજ ને પાછા આપો
મુજ ને પાછા આપો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.