X

BENI HO LYRICS | Geeta Rabari | Vitthal Teedi

આજે બેની છૂટીયા સંગાથ આવજે બેની હો
આવ બેની ભરી લઉં બાથ આવજે બેની હો

લઈ જાજે કોડી તારી સાત સાથે બેની હો
દઈ જાજે બધી તારી ઘાત માથે બેની હો

આજે બેની છૂટીયા સંગાથ આવજે બેની હો

ફળિયે કોયલ થઈ આજ ગાઈ લે બેની હો
તુલસીની તરસી છે સાંજ પાઇ લે બેની હો

ઘરમાં હવેથી ઘેરી રાત થાશે બેની હો
લઇ ચાલી સઘળો ઉજાસ સાથે બેની હો

કોને અમે કે’શું છાની વાત હવે બેની હો
રે’જો રાજી રે’જો રળીયાત હવે બેની હો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.