X

BHAGWAN PAN RUTHIYO LYRICS | YASH BAROT

અમે તો રહી ગયા તારા વિશ્વાસે
હો… અમે તો રહી ગયા તારા વિશ્વાસે
છોડી ગયા મને કોના રે ભરોસે

ઝેર જુદાઈ ના કેમ હું પીવું
તારા વગર હું કેમ રે જીવું
ઝેર જુદાઈ ના કેમ હું પીવું
તારા વગર હું કેમ રે જીવું

કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન પણ રૂઠયા
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન પણ રૂઠયા

અમે તો રહી ગયા તારા વિશ્વાસે
છોડી ગયા મને કોના રે ભરોસે

હો એકલો તને નઈ છોડું કેતી હતી તું
અધવચ્ચે કેમ સાથ છોડી ગઈ તું
હો શું હતી મજબુરી આમ બદલાઈ તું
હસતી મારી આંખોને રડાઈ ગઈ તું

તારી યાદોને કેમ રે ભુલાવુ
નાદાન આ દિલને કેમ હમજાવું
તારી યાદોને કેમ રે ભુલાવુ
નાદાન આ દિલને કેમ હમજાવું

કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા

હો માની લીધું મેં ખોટ હશે મારા પ્યારમાં
જીવી લઈશ હું હવે તારા ઇન્તજારમાં
હો ખરો ઇન્સાફ તારા દિલનાં દરબારમાં
ભરી ગયા અંગારા મારા સંસારમાં

હિસાબ નથી કોઈ પ્રેમમાં તારા
એટલા સપના તુટ્યા અમારા
હિસાબ નથી કોઈ પ્રેમમાં તારા
એટલા સપના તુટ્યા અમારા

કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા
તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.