X

Charar Charar Maru Chakdol Lyrics | Parthiv Gohil | Garbe Ni Raat

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે.

ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે.

ઓ લાલ ફેંટાવાળા, સોમાભાઇના સાળા
ઓ કરસનકાકા કાળા, ઓ ભૂરી બંડીવાળા
ઓ લાલ ફેંટાવાળા, સોમાભાઇના સાળા
ઓ કરસનકાકા કાળા, ઓ ભૂરી બંડીવાળા

મારું ચકડોળ ચાલે ચાલે ચાલે
ae….આજે રોકડા ને ઉધાર કાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે.

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં, બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને
બે પૈસામાં બબલો જોને આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે.

ચકડોળ ચઢે, ઊંચે નીચે, જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે…
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે… ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી ઝૂલો નસીબની ઘટમળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં તાલે,
તાલે તાલે તાલે તાલે…
આજે રોકડા ને ઉધાર કાલે
ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે
આજે રોકડા ને ઉધાર કાલે
આજે રોકડા ને ઉધાર કાલે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.