X

Dudhe Te Bhari Talavali Lyrics | Rekha Trivedi | Dandiya Na Taale

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા

હે વાટકી જેવડી વાવલડી એમા ખોબલો પાણી માંઈ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા

હે વાટકી જેવડી વાવલડી એમા ખોબલો પાણી માંઈ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા

ગરબો એતો કોરિયો ને માહી ઝબક દીવડો થાય મારી માડી,
ગરબો એતો કોરિયો ને માહી ઝબક દીવડો થાય મારી માડી,

ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી,
ગરબો રૂડો ડોલરીયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી

હે તાળીઓની રમઝટ પગ પડે ત્યાં ધરણી ધમધમ થાય રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…

હળવે હાલુ તો ફેર ચડી જાય, હાલુ ઉતાવળી તો પગ લચકાય
હળવે હાલુ તો ફેર ચડી જાય, હાલુ ઉતાવળી તો પગ લચકાય
સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય
સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય, ધડકંતો છેડલો સરી સરી જાય

હે પગની ઠેસે ધૂળની ડમરી ગગનમાં છવાઈ રે…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે,
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા…
જીલણ જીલવા ગ્યા’તા, ગરબે ઘૂમવા ગ્યા’તા

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.